Site icon News Continuous Bureau | Mumbai

આને કહેવાય નસીબ! પાળેલા શ્વાન માટે પ્લેનમાં સંપૂર્ણ બિઝનેસ કલાસનું બુકિંગ;જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

શ્વાન પોતાના માલિકોને ભારે વફાદાર હોવાનું કહેવાય છે. તો માલિકો પણ પોતાના પાળેલા શ્વાન માટે કંઈપણ કરી ચૂકવા તૈયાર હોય છે.  ગયા અઠવાડિયામાં બુધવારે સવારના 9 વાગે એર ઈન્ડિયાનું એઆય-671 વિમાન મુંબઈથી ચેન્નઈ તરફ ઉડ્યું હતું. આ વિમાનના બિઝનેસ કલાસની 12માંથી ફક્ત 2  સીટ ભરેલી હતી. પરંતુ બુકિંગ ફૂલ હતું. બે સીટ માટે આખા બિઝનેસ કલાસને બુક કરવામાં આવ્યો હતો. આ બે સીટસ હતી શ્વાન અને તેના માલિક માટે. પોતાના લાડલા કૂતરા સાથે આરામદાયક પ્રવાસ કરી શકાય તે માટે માલિકે આખો બિઝનેસ કલાસ બુક કરી નાંખ્યો હતો.

ગર્ભવતી તેમ જ સ્તનપાન કરાવનારી સ્ત્રીઓ મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ. કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી; જાણો વિગત

પાળેલા પ્રાણીનો પોતાની સાથે પ્રવાસમાં લઈ જવું કંઈ નવું નથી. પરંતુ તેની માટે વિમાનમાં આખો બિઝનેસ કલાસ બુક કરી નાખવાને કારણે સૌ કોઈ ચોંકી ગયા હતા. મુંબઈથી ચેન્નઈના પ્રવાસની એર ઈન્ડિયાની બિઝનેસ કલાસની ટિકિટ 20,000 રૂપિયાની છે. એટલે બિઝનેસ કલાસની 12 સીટ માટે શ્વાનના માલિકે અઢી લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version