Site icon

રિયલ એસ્ટેટમાં બદલાઇ રહ્યો છે ટ્રેન્ડ, જૂના પ્રોજેક્ટને બદલે નવા પ્રોજેક્ટ્સમાં ખરીદીમાં નોંધાયો વધારો; જાણો આંકડા અહીં 

 News Continuous Bureau | Mumbai

દેશના મુખ્ય સાત શહેરોમાં ૨૦૨૧માં રહેણાંક એકમો કુલ વેચાણમાં નવી યોજનાઓનો હિસ્સો લગભગ ૩૪ ટકા રહ્યો. જાણીતા ડેવલપર્સ તરફથી નવા સપ્લાય અને રોકાણકારોની માંગમાં વધારો થવાને કારણે આવું થયું છે. ૨૦૨૧માં ટોચના સાત શહેરોમાં ૨.૩૭ લાખ મકાનો વેચાયા હતા, જેમાંથી ૩૪ ટકા નવા પ્રોજેક્ટના હતા. બાકીના ૬૬ ટકા એકમો અગાઉ શરૂ કરાયેલા પ્રોજેક્ટ્‌સમાં હતા. સાત શહેરો જ્યાં કંપની વેચાણના આંકડાને ટ્રેક કરે છે તે છે દિલ્હી-NCR,મુંબઇ મેટ્રોપોલિટન રિજન, પુણે, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદ.

Join Our WhatsApp Community

વર્ષ ૨૦૨૦ માં આ સાત શહેરોમાં કુલ ૧.૩૮ લાખ હાઉસિંગ એકમોનું વેચાણ થયું હતું, જેમાંથી ૨૮ ટકા એ જ વર્ષમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્‌સના હતા. ૨૦૧૯માં વેચાયેલા કુલ ૨.૬૧ લાખ ઘરોમાં નવા પ્રોજેક્ટ્‌સનો હિસ્સો ૨૬ ટકા હતો. એનારોકે કહ્યું, “નવા પ્રોજેક્ટ્‌સમાં ઘરોની માંગ પાછી આવવા લાગી છે, તે પહેલા લાંબા સમયથી માંગ માત્ર તૈયાર એકમોની જ હતી.” 

આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને માફક આવી ગઈ બેસ્ટની નાઈટ બસ. પ્રવાસીઓનો ભરપૂર પ્રતિસાદ, બસની ફેરીઓ વધશે. જાણો વિગતે

આ શહેરોમાં નવા એકમોનું મહત્તમ વેચાણ હૈદરાબાદમાં જોવા મળ્યું હતું. ૨૦૨૧માં અહીં ઘરોનું વેચાણ ૨૫,૪૧૦ યુનિટ હતું, જેમાંથી ૫૫ ટકા એ જ વર્ષમાં શરૂ થયેલા પ્રોજેક્ટના હતા. નવા એકમોની માંગ મુંબઇ મેટ્રોપોલિટન રિજનમાં સૌથી ઓછી હતી, જે ૨૦૨૧માં કુલ ૭૬,૪૦૦ એકમોના વેચાણમાં માત્ર ૨૬ ટકા હતી. એનારોકના ચેરમેન અનુજ પુરીએ મીડિયાને જણાવ્યું હતું કે, “ગ્રાહકોની પ્રાથમિકતા હજુ પણ તૈયાર મકાનો છે, જોકે માંગનું પ્રમાણ ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. 

રિયલ એસ્ટેટ સેક્ટર માં તેજી જોવા મળી રહી છે. એવું માનવામાં આવે છે કે વર્ષ ૨૦૨૨માં ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટમાં માંગ યથાવત રહેશે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ક્ષેત્રનો રિયલ એસ્ટેટ આઉટલૂક ખૂબ જ મજબૂત છે. આ જ કારણ છે કે વિદેશી રોકાણકારો પણ ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરી રહ્યા છે. દેશના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિદેશી રોકાણ અગાઉના પાંચ વર્ષની સરખામણીમાં ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં ત્રણ ગણું વધીને ૨૩.૯ બિલિયન ડોલર થઈ ગયું છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની કોલિયર્સ અને ઈન્ડસ્ટ્રી બોડી ફેડરેશન ઓફ ઈન્ડિયન કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ તાજેતરમાં જ અન્ય એક રિપોર્ટમાં આ માહિતી આપી હતી

આંકડાઓ પરથી જાણવા મળે છે કે દેશમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ૨૦૧૭થી ૨૦૨૧ ના સમય દરમિયાન વિદેશી નિવેશ વધીને ૨૩.૯ બિલિયન ડોલર થિ ગયું છે. જે ૨૦૧૨ થી ૨૦૧૬ ની અવધી વચ્ચે ૭.૫ બિલિયન ડોલર હતું, જ્યારે ભારતીય અચલ સંપતિ ક્ષેત્રમાં ૨૦૧૨ થી ૨૦૨૧ દરમિયાન કુલ નિવેશ વધીને ૪૯.૪ બિલીયન ડોલર રહ્યું, આના કારણે વિદેશી નિવેશકોની હિસ્સેદારી ૬૪ ટકા રહી. 

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version