ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
15 જુલાઈ 2020
સીબીએસઈ બોર્ડના ધોરણ 10 ના પરિણામ આજે જાહેર થઈ ગયાં છે. કેન્દ્રીય એચઆરડી મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે જાહેરાત કરી હતી કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ), દ્વારા ક્લાસ 10 ની બોર્ડની પરીક્ષામાં બેસેલાં કુલ 18.89 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ત્રિવેન્દ્રમ ફરી એકવાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓમાં ટોપર તરીકે ઉભરી આવ્યું છે. વિદ્યાર્થીઓ
cbse.nic.in અથવા
cbseresults.nic.in
પર તેમના પરિણામો ચકાસી શકે છે. ઉપરાંત સત્તાવાર વેબસાઇટ્સ, ડિજિલોકર અને ઉમંગ એપ્લિકેશન્સ દ્વારા પણ પરિણામો ચકાસી શકાય છે.
સૌ પ્રથમવાર સીબીએસઇ 10 ના પરિણામો, બાકી રહેલાં પેપરની પરીક્ષાઓ કર્યા વિના જ બહાર પાડવામાં આવ્યા છે કારણ કે દેશભરમાં કોરોનવાયરસ નો રોગ ફેલાયો છે. એમ પણ એમણે જણાવ્યું હતું.
આજે જાહેર થયેલા સીબીએસઇ બોર્ડ 10 ના પરિણામ માં, કેન્દ્રિય વિદ્યાલય એ 99.23 % ની રેકોર્ડ પાસ ટકાવારી સાથે ટોચની શાળ બની છે અને ત્યારબાદ જવાહર નવોદય વિદ્યાલય 98.66 % સાથે બીજા ક્રમે છે. ચાલુ વર્ષે ફરીથી છોકરીઓએ એકંદરે પાસ ટકાવારી પ્રમાણે છોકરાઓને પાછળ છોડી દીધા છે. છોકરાઓની સરખામણીમાં છોકરીઓની પાસની એકંદર ટકાવારી આશરે 93% રહી છે. જ્યારે આ વર્ષે સીબીએસઇ માં ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 78.95 % રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com