Site icon News Continuous Bureau | Mumbai

CCTV: લગ્નમાંથી પરત ફરી રહેલી મહિલાએ પહેરેલી 10 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરે આંખના પલકારામાં લૂંટી લીધી

Thieves robbed woman of gold chain worth 10 lakhs

CCTV: લગ્નમાંથી પરત ફરી રહેલી મહિલાએ પહેરેલી 10 લાખની કિંમતની સોનાની ચેઈન ચોરે આંખના પલકારામાં લૂંટી લીધી

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત નૌગાંવમાં એક મહિલા પાસેથી ચેઈન સ્નેચિંગનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. આ વિડિયોમાં આંખના પલકારામાં બદમાશોએ મહિલાના ગળા પર તમાચો મારીને લાખો રૂપિયાની કિંમતનો સોનાનો હાર આંચકી લીધો હતો અને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. લગ્ન સમારોહમાંથી પરત ફર્યા બાદ મહિલા પોતાના ઘર તરફ ચાલી રહી હતી, પરંતુ તે સમયે બાઇક પર આવેલા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં નૌગાંવ પોલીસે નજીકની દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી છે. સીસીટીવી ફૂટેજ મુજબ હવે પોલીસ આરોપીને શોધી રહી છે.

Join Our WhatsApp Channel

લગ્નમાંથી પરત ફરી રહેલી મહિલા લૂંટાઈ હતી

મળતી માહિતી મુજબ નૌગાંવની રહેવાસી પૂનમ પરિવારના અન્ય સભ્યો સાથે સાંઈ મંદિરની પાછળ લગ્ન સમારોહમાં હાજરી આપવા ગઈ હતી. 5 વાગ્યાના સુમારે થોડે દુર ચાલીને પરત ફરી રહ્યા હતા ત્યારે રોંગ સાઇડથી આવતા બે બાઇક સવારોએ તેના ગળાના ભાગે ઝોલા મારી દીધા હતા અને આંખના પલકારામાં 8થી 9 તોલા વજનનો સોનાનો હાર આંચકીને ભાગી ગયા હતા. મહિલાને ચોરીનો અહેસાસ થાય તે પહેલા જ બાઇક સવારો તેજ ગતિએ નાસી છૂટ્યા હતા. મહિલાએ આજુબાજુના લોકોને જાણ કરી, જેના આધારે કેટલાક યુવકોએ આ વિસ્તારમાં બાઇક પર આવેલા ચોરોની શોધખોળ કરી.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં મળેલી પ્રચંડ જીતનો ભાજપને થશે મોટો ફાયદો, હવે રાજ્યસભામાં બનશે નવો રેકોર્ડ

ચોરોએ એક સાથે 10 લાખના હારની લૂંટ ચલાવી હતી

ઘટનાની માહિતી મળતા જ નૌગાંવ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને દુકાનોમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બે બદમાશો લાઈવ સ્નેચિંગ કરતા જોવા મળે છે. પોલીસ બદમાશોની ઓળખ કરવા તપાસમાં લાગેલી છે. આ સાથે પોલીસે આરોપીઓને પકડવા માટે એક ટીમ પણ બનાવી છે. મહિલા અને તેના પરિવારના જણાવ્યા અનુસાર નેકલેસની કિંમત 8 થી 10 લાખની આસપાસ હોવાનું કહેવાય છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version