Site icon News Continuous Bureau | Mumbai

કોવિડના સમયગાળામાં પણ દર મહિને નીતિન ગડકરી આ રીતે ચાર લાખ રૂપિયા કમાય છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ટિક-ટૉક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તથા યુટ્યુબ જેવા સોશિયલ પ્લૅટફૉર્મના માધ્યમથી અનેક લોકો સ્ટાર બની ગયા છે, તો લૉકડાઉન દરમિયાન અનેક લોકો આ માધ્યમ થકી પોતાના ફોલોઅર્સ વધારીને લાખો રૂપિયા કમાઈ ગયા છે. જેમાં દેશના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો પણ સમાવેશ થાય છે. કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લૉકડાઉન દરમિયાન તેઓ પણ દર મહિને  ચાર લાખ રૂપિયા કમાયા હતા. હાલમાં જ તેમણે મુંબઈ-દિલ્હી હાઈવેની વિઝિટ દરમિયાન  જાહેરમાં આવી કબૂલાત કરી હતી. આ રકમ જોકે તેમણે કોવિડ ફંડ માટે આપી દીધી હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.

કૉન્ગ્રેસનું ભલું કર્યું કે ડાટ વાળ્યો? કનૈયાકુમાર અને હાર્દિક પટેલે બે રાજ્યોમાં આવો કાર્યક્રમ કરી નાખ્યો; જાણો વિગત

Join Our WhatsApp Channel

આ કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે લૉકડાઉનનો લોકોને ભારે આર્થિક ફટકો પડ્યો છે, તો તેનો ફાયદો પણ થયો છે.  લૉકાડઉન દરમિયાન તેમણે બે બાબતો પર ધ્યાન આપ્યું હતું. એમાં તેઓ સારું રાંધવાનું શીખીને સારા શેફ બની ગયા હતા, તો લૉકડાઉન દરમિયાન જ તેઓ અમેરિકા, ન્યૂ ઝીલૅન્ડ, જર્મની જેવા દેશમાં વ્યાખ્યાન (સ્પીચ) આપ્યાં હતાં. તેમની આ સ્પીચ યુટ્યુબ પર જોવામાં આવી રહી છે. એના માધ્યમથી તેમને દર મહિને ચાર લાખ રૂપિયા મળ્યા હતા. 
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version