Site icon

શોખ બડી ચીજ હૈ! ચંદીગઢમાં એક ભાઈએ 71 હજારની એક્ટિવા માટે એક બે નહીં પરંતુ અધધ આટલા લાખથી વધુની રકમ ચૂકવીને ખરીદ્યો આ ફેન્સી નંબર; વાંચો અતરંગી કિસ્સો 

News Continuous Bureau | Mumbai 

 'શોખ બડી ચીજ હૈ' આ મુહાવરો તો તમે સાંભળ્યો જ હશે. અને પોતાના શોખ પૂરો કરવા માટે વ્યક્તિ ગમે તે કિંમત ચૂકવી શકે છે. વાહનોના નંબર(Vehicle Number Plate)માં આ વાત વધુ પડતી લાગુ પડે છે. પોતાનો મનપસંદ નંબર(Number Plate) મેળવવા માટે વાહન માલિકો (Vehicle owner)હજારોથી લઈ લાખો રૂપિયા સુધીની કિંમત ચૂકવતા હોય છે. આવો જ એક અનોખો કિસ્સો ચંદીગઢ(Chandigarh)થી સામે આવ્યો છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ ચંદીગઢ(Chandigarh)ના એક વ્યક્તિએ પોતાના 71 હજાર રૂપિયાના એક્ટિવા (Activa Number Plate)માટે 0001 નંબર મેળવ્યો હતો. આ નંબર માટે બિઝનેસમેને(Businessman) અધધ 15.44 લાખ રૂપિયા આપ્યા હતા. આ કિસ્સાએ ન માત્ર ચંદીગઢ(Chandigarh) પણ સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી છે. 

આ સમાચાર પણ વાંચો : ગોવા જવાનો છો? કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ શકો છો. મુંબઈ-ગોવા હાઈવે રોજ આટલા ⏰ કલાક રહેવાનો છે બંધ.. જાણો વિગતે

ચંદીગઢના સેક્ટર 23માં રહેતા બ્રિજ મોહને એક એડવર્ટાઈઝિંગ પ્રોફેશનલ છે. તેઓએ CH01- CJ-0001નો ફેન્સી નંબર મેળવીને સમગ્ર ચંદીગઢમાં ચકચાર મચાવી દીધી છે. આ નંબર માટે તેઓએ 15.44 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અને આ નંબર તેઓ પોતાની એક્ટિવા માટે યુઝ કરશે, જેની કિંમત માંડ 71 હજાર રૂપિયા છે. 15 લાખ રૂપિયામાં એક શાનદાર એસયુવી કાર ખરીદી શકાય તે કિંમતની નંબર પ્લેટ તેઓ પોતાના એક્ટિવામાં લગાવાશે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ અંગે બ્રિજ મોહને ખુલાસો કરતાં કહ્યું હતું કે, આ તેઓની પ્રથમ ફેન્સી નંબર પ્લેટ છે. જેનો ઉપયોગ હું મારા એક્ટિવામાં કરીશ, કે જે મેં હાલમાં જ ખરીદ્યું છે. પણ બાદમાં તેને હું મારી કાર માટે પણ આ નંબર પ્લેટનો ઉપયોગ કરીશ.

ઉલ્લેખનીય છે કે CH01-CJ સીરિઝ માટે એપ્રિલ 14થી એપ્રિલ 16 દરમિયાન ઓક્શન રાખવામાં આવ્યું હતું. 378 રજિસ્ટ્રેશન નંબર માટે કુલ 1.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી. CH01-CJ-0001 15.44 લાખ રૂપિયામાં વેચાઈ હતી, જે બાદ બીજા નંબરે CH-01-CJ-002 નંબર પ્લેટ 5.4 લાખ રૂપિયામાં વેચાઈ હતી. CH-01- CJ-007 4.4 લાખ રૂપિયામાં તો CH-01- CJ-003 4.2 લાખ રૂપિયામાં વેચાઈ હતી. 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version