Site icon

છોકરાએ છોકરીને આપી પસલી તોડ ઝપ્પી- તૂટી ગઈ છાતીની પાંસળીઓ-વાંચો અંતરંગી કિસ્સો 

News Continuous Bureau | Mumbai

જાદૂ કી ઝપ્પીવાળો ડાયલોગ(Jadoo ki zappi dialogue) તો તમે બોલીવુડ ફિલ્મ(Bollywood movie) 'મુન્નાભાઇ એમબીબીએસ'માં(Munnabhai MBBS) જરૂર સાંભળ્યો હશે. એવું માનવામાં આવે છે કે જો કોઇને પ્રેમથી ગળે લગાવવામાં આવે તો દિલને થોડી રાહત મળે છે. જોકે એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ મહિલાને એટલી જોરથી ગળે લગાવી કે છાતીની પાંસળીઓ(Chest ribs) તૂટી ગઇ. જી હાં, આ કિસ્સો ચીનનો(China) છે અને ચીની મહિલાએ(Chinese woman) પોતાના સહકર્મી પર કેસ દાખલ કર્યો છે. કથિત રીતે તેના સહકર્મીએ કસીને ગળે લગાવી(Tight Hug), જેથી તેની છાતીની ત્રણ પાંસળીઓ તૂટી ગઇ. સહકર્મીને મહિલા યૂંક્સી કોર્ટ (Yunxi Court) સુધી લઇ ગઇ અને કથિત પાંસળી તોડી ગળે લગાવવાના કારણે સારવારમાં ખર્ચ થયેલા પૈસા માટે વળતરની માંગ કરી.

Join Our WhatsApp Community

ચીનના હુનાન(Hunan) પ્રાંત યૂયાંગ શહેરની(Yuyang City) મહિલા પોતાના કાર્યસ્થળ પર એક સહકર્મી સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક પુરૂષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને મજબૂતીથી ગળે લગાવી લીધી. મહિલા કથિત રીતે ગળે લગાવતાં તે દર્દથી કણસી ઉઠી. આઇઓએલના(IOL) અનુસાર કામ બાદ પણ તેની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો. તેણે ડોક્ટર પાસે જવાના બદલે પોતાની છાતી પર ગરમ તેલ લગાવ્યું અને સુઇ ગઇ. છાતીમાં દર્દ વધતાં પાંચ દિવસ બાદ મહિલા હોસ્પિટલ ગઇ. 

આ સમાચાર પણ વાંચો : સાવધાન-મુંબઈગરા પોતાના શ્વાસમાં ઝેર લઈ રહ્યા છે-મુંબઈની હવા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

એક્સ-રે સ્કેન(X-ray scan) અનુસાર મહિલાની ત્રણ પાંસળીઓ તૂટી ગઇ હતી, જેમાંથી બે તેની જમણી તરફ અને ડાબી તરફ હતી. તેણે પૈસા પણ ગુમાવ્યા કારણ કે તેને નોકરીમાં ગેરહાજર રહેવા માટે મજબૂર થવું પડ્યું. તેણે નર્સિંગ સેવાઓ(Nursing services) અને મેડિકલ ખર્ચ(Medical expenses) માટે પણ પૈસા ચૂકવવા પડ્યા. ઠીક થયા બાદ તે પુરૂષ સહકર્મી પાસે ગઇ જેણે તેની પાંસળીઓ તોડી હતી. તેણે તેની સાથે સમાધાનનો પ્રયત્ન કર્યો. તે વ્યક્તિએ વિવાદ કર્યો અને તેની પાસે આ વાતનો કોઇ પુરાવો નથી કે ઇજા ગળે મળવાથી થઇ છે. 

થોડા સમય બાદ મહિલાએ પોતાના સહકર્મી પર આર્થિક નુકસાન(economic loss) માટે વળતરનો અનુરોધ કરતાં કેસ દાખલ કર્યો. ન્યાયાધીશે સહકર્મીને ૧૦,૦૦૦ યુઆન, એટલે કે ૧.૧૬ લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો. કોર્ટે કહ્યું કે સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી કે મહિલાએ તે પાંચ દિવસ એવી કોઇ ગતિવિધિઓમાં ભાગ લીધો હોય જેથી હાડકાં તુટી શકે. 

આ સમાચાર પણ વાંચો : આ ગુજરાતી ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ -ઓપનિંગ ડે પર કરી બંપર કમાણી

Son Papadi: સોન પાપડીનો રહસ્યમય ઇતિહાસ: દિવાળી પર આપવામાં આવતી આ ખાસ મીઠાઈની શોધ કોણે અને ક્યારે કરી હતી?
Green Crackers: દિવાળી પહેલા દિલ્હીને સુપ્રીમ કોર્ટની ભેટ, જાણો ગ્રીન ફટાકડા ને મંજૂરી આપવા પાછળનું કારણ
Re-feeding Syndrome: બંધકો મુક્ત થયા પણ ખતરો ટળ્યો નહીં!’રી-ફીડિંગ સિન્ડ્રોમ’થી બચાવવા માટે બંધકોની સારવારમાં કેમ સાવધાની?
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Exit mobile version