Site icon

કહેવાય અલ્પસંખ્યાંક પણ નોકરીને મામલે અવ્વલ-સરકારી બેંકોમાં જાત-પાત પ્રમાણે કઈ જમાત પાસે કેટલી નોકરીઓ છે તેના આંકડા સામે આવ્યા

News Continuous Bureau | Mumbai

દેશમાં લઘુમતીઓ(Minorities) સાથે અન્યાય થતો હોવાનો હંમેશા દાવો કરવામાં આવતો હોય છે. પરંતુ માહિતી અનુસાર, દેશમાં  સરકારી નોકરીમાં(Govt job) લઘુમતીઓ જ અવ્વલ સ્થાને છે. મુસ્લિમોની(Muslims) સરખાણીમાં ઓછી સંખ્યા ધરાવતા ક્રિશ્ચન સમાજના(Christian community) લોકો સરકારી નોકરીમાં સૌથી આગળ છે.

Join Our WhatsApp Community

રાષ્ટ્રીયકૃત બેંકોમાં(Nationalized banks) લઘુમતીઓમાં સૌથી વધુ 73.57 ટકા હિસ્સો  ધરાવતા મુસ્લિમ સમુદાયમાંથી(Muslim community) 8,128 અધિકારીઓ કાર્યરત છે, તો  ત્રીજા ક્રમે શીખ અધિકારીઓની(Sikh officials) સંખ્યા 6,972 છે.

દેશની લઘુમતી વસ્તીમાં(minority populations) લગભગ બે તૃતીયાંશ મુસ્લિમો છે. જો કે, સરકારી બેંકોમાં(Government Banks) મોટા હોદ્દાઓ પર મુસ્લિમો કરતા દેશમાં ઓછી સંખ્યા ધરાવતા ખ્રિસ્તીઓનું વર્ચસ્વ છે. બેંકોમાં લઘુમતી અધિકારીઓની 33,527 પોસ્ટમાંથી 13,771 ખ્રિસ્તીઓ છે.

દેશમાં ધાર્મિક બાબતનો(religious affairs) આધાર લઈ કર્મચારીઓની(employees) કોઈ માહિતી રાખવામાં આવતી નથી. પરંતુ નાણાકીય સેવા વિભાગમાં(Financial Services Division) બેંકોમાં કામ કરતા લઘુમતી કર્મચારીઓની(Minority employees) માહિતી રાખવામાં આવી છે.

સરકારી બેંકની નોકરીમાં લઘુમતીઓનો હિસ્સો જોઈએ તો  ક્રિશ્ર્ચન સમાજના 13,771 લોકો અધિકારીની પોસ્ટ પર છે, 9,189 લોકો ક્લર્કની પોસ્ટ પર અને 2,096 સબ સ્ટાફ(Sub staff) છે. મુસ્લિમ સમાજના 8,128 લોકો અધિકારીની પોસ્ટ પર, 5,854 લોકો ક્લર્કની પોસ્ટ(Clerk's post) પર અને 3,316 લોકો સબ સ્ટાફની પોસ્ટ પર છે. શિખ સમાજના 6,072 લોકો અધિકારીની પોસ્ટ પર 4,283 લોકો ક્લર્ક અને 3,090 લોકો સબ સ્ટાફ છે. બૌદ્ધ ધર્મના 3,515 અધિકારીની પોસ્ટ પર 1,460 લોકો ક્લર્ક  અને 470 સ્ટાફની પોસ્ટ પર છે. જૈન સમાજના 2,011 અધિકારીની પોસ્ટ પર, 1170 ક્લર્ક અને 45 સ્ટાફની પોસ્ટ પર છે. પારસી સમાજના 4 લોકો અધિકારીની પોસ્ટ પર છે. 11 લોકો ક્લર્ક છે. જ્યારે ઝોરોસ્ટ્રેરિયન સમાજના(Zoroastrian society) 26 લોકો અધિકારીની પોસ્ટ પર 48 લોકો ક્લર્ક અને બે લોકો સબ સ્ટાફ છે.

આ સમાચાર પણ વાંચો :  વિદેશમાં જવા ઈચ્છુકોમાં વધારો. પાસપોર્ટની અરજી માટે અપોઈન્ટમેન્ટ મેળવવા પણ લાંબુ વેઇટિંગ લિસ્ટ.. જાણો વિગત

આ આંકડા 12 સરકારી બેંકના છે, જેમાં બેંક ઓફ બરોડા(BOB), બેંક ઓફ ઈંડિયા(BOI), બેંક ઓફ મહારાષ્ટ્ર(BOM), બેંક ઓફ ઈન્ડિયા, કેનરા બેંક(Canada bank), ઈંડિયન બેંક(Indian bank), ઈંડિયન ઓવરસીઝ બેંક(Indian Overseas Bank), પંજાબ નેશનલ બેંક(Punjab National Bank), પંજાબ એન્ડ સિંધ બેંક(Punjab & Sindh Bank), સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(State Bank of India), યૂકો બેંક(UCO Bank) અને યૂનિયન બેંક ઓફ ઈન્ડિયાનો(Union Bank of India) સમાવેશ થાય છે.
 

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version