News Continuous Bureau | Mumbai
Gujarat Saraswati River Bridge: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સંગીન બનાવવા માટે અતિ મહત્વના રસ્તાઓને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીએ ( Bhupendra Patel ) આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.
સરસ્વતી નદી ( Saraswati River ) પરનો હયાત ટુ લેન બ્રિજ ૧૯૫૯માં બનાવવામાં આવેલો છે.
એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ ( Four Lane Bridge ) નિર્માણ પામશે.
આ સમાચાર પણ વાંચો : CCI slaps Meta: ભારતમાં મેટાને મોટો ફટકો, 213 કરોડનો દંડ અને 5 વર્ષનો પ્રતિબંધ! જાણો શું છે સમગ્ર મામલો
આ બ્રિજનું ( Gujarat Saraswati River Bridge ) નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.