Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ પરંતુ,સ્વસ્થ-મજબૂત વાળ માટે પણ છે નારિયેળ પાણી ફાયદાકારક, જાણો તેને ઉપયોગ કરવાની રીત વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022     

Join Our WhatsApp Channel

બુધવાર

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે નાળિયેર પાણી સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. એક ગ્લાસ તાજું નારિયેળ પાણી પીવાથી તમને ઉર્જાનો અનુભવ થાય છે. સ્વાસ્થ્ય ઉપરાંત ત્વચાથી લઈને વાળ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ વાળમાં ઘણી રીતે કરી શકાય છે.તમે તેમાં લીંબુનો રસ, મધ, એલોવેરા અને એપલ સીડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.જો તમે તમારા શુષ્ક વાળથી પરેશાન છો તો તમે તેનો ઉપયોગ કરી શકો છો, તે તમારા વાળને હાઇડ્રેટ કરે છે. આવી સ્થિતિમાં, જો તમે તેનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જાણો અહીં 

1. નાળિયેર પાણીમાં મધ મિક્સ કરો

તેને બનાવવા માટે એક કપ નારિયેળ પાણીમાં ચાર ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને વાળ અને સ્કાલ્પ  ઉપરની ચામડી પર લગાવો અને માથાની ચામડી પર થોડીવાર હળવા હાથે મસાજ કરો. તે પછી તમારા માથાને લપેટી લો. આ માટે ટુવાલને ગરમ પાણીમાં ડુબાડીને નિચોવો અને પછી માથા પર બાંધી દો.આમ કરવાથી  આ મિશ્રણ  તમારા માથા ની ચામડી માં અંદર સુધી જશે. થોડી વાર પછી એટલે કે 25 થી 30 મિનિટ પછી, વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. વાળની ​​સંભાળ માટે અઠવાડિયામાં એકવાર પુનરાવર્તન કરો. તેનાથી વાળ ડેન્ડ્રફ ફ્રી પણ થશે.

2. નાળિયેર પાણી સ્પ્રે

વાળને સ્પ્રે કરવા માટે તમે નાળિયેર પાણીના સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. એક ચતુર્થાં  કપ તાજા નારિયેળનું પાણી લો અને તેમાં એક કપ પાણી ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરો અને પછી તેને સ્પ્રે બોટલમાં ભરી લો. હવે વાળ માટે હાઇડ્રેશન સ્પ્રે તરીકે દરરોજ તેનો ઉપયોગ કરો. તેને ભીના વાળ અને માથાની ચામડી પર સ્પ્રે કરો.

3. નારિયેળ પાણીમાં એલોવેરા મિક્સ કરો

તમારા વાળને મજબૂત બનાવવા માટે, એક કપ નારિયેળ પાણીમાં બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો, પછી અઠવાડિયામાં ત્રણથી ચાર વખત તેનો ઉપયોગ કરો.

બ્યૂટી ટિપ્સ: શું તમે પણ કેળાની છાલ ફેંકી દો છો? તો જાણી લો તેના ત્વચાને લગતા ફાયદા વિશે

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version