Site icon News Continuous Bureau | Mumbai

ટ્રેનની તમારી રિર્ઝવ સીટ પર કોઈ ગેરકાયદે કબજો જમાવી બેઠું છે-તો આ રીતે તેને સીધો દોર કરો-જાણો રેલવેના આ નિયમ વિશે

News Continuous Bureau | Mumbai

જો તમે લાંબા અંતરની ટ્રેનમાં(Long distance Train) પ્રવાસ કરી રહ્યા છો અને તમારી રિર્ઝવ સીટ(Reserve seat) પર કોઈ પ્રવાસી ગેરકાયદે રીતે કબજો( illegally occupied ) જમાવી બેસી ગયો છે. આવા કિસ્સામાં, સીટ પર બેઠેલી વ્યક્તિ તે સીટ પરથી ઉઠતી વખતે દલીલ કરે છે. તો કેટલીકવાર તે વ્યક્તિ બે લોકોને એક જ સીટ પર એડજસ્ટ થવાની સલાહ પણ આપે છે. આવી સ્થિતિમાં, તમે વ્યક્તિને હાથ લગાડયા વગર સીધો દોર કરી શકો છો. તુરંત રેલવેમાં(railway) ફરિયાદ(File complaint) કરીને તમારી સીટ તમે ખાલી કરાવી શકો છો.

Join Our WhatsApp Channel

ટ્રેનની સીટો(Train seat) પર કબજો જમાવાની વાત ભારતમાં નવી નથી. રેલવેમાં અવાર-નવાર આવા કિસ્સા પ્રકાશમાં આવે છે. અનધિકૃત મુસાફરો સેકન્ડ ક્લાસ(Unauthorized Passengers Second Class) અને સ્લીપરથી(sleeper) લઈને એસી ક્લાસ(AC class) સુધી બેઠેલા જોવા મળે છે. જો તમારી સાથે પણ આવું બન્યું હોય અને આ સમયે તમારી આસપાસ કોઈ TC ન હોય તો તમે 'રેલવે મદદ' (Railway help) પર ફરિયાદ નોંધાવી શકો છો. આ ફરિયાદ પછી તમે તમારી યોગ્ય સીટ પણ મેળવી શકો છો.

અનધિકૃત પેસેન્જરની(Unauthorized passenger) જાણ કરવા અને સીટ ખાલી કરવા માટે તમારે રેલવે મદદ વેબસાઇટની(Website) મુલાકાત લેવી પડશે. આ માટેતમારે https://railmadad.indianrailways.gov.in પર ક્લિક કરવું પડશે અને તમારી કેટલીક વિગતો ભરવી પડશે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો-સોશિયલ મીડિયા પર હવે ફેક રિવ્યુનો પણ વાયરો-ખોટા રીવ્યુ માટે આટલા ગ્રુપ્સ સામે થશે કાયદાકીય કાર્યવાહી

સૌથી પહેલા તમારે તમારો મોબાઈલ નંબર(Mobile Number) એન્ટર કરવાનો રહેશે.

ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.

હવે ત્યાં તમારા મોબાઈલ પર મળેલ OTP દાખલ કરો

આ પછી તમે તમારી ટિકિટ બુકિંગનો(Ticket booking) PNR નંબર નાખો.

હવે Type વિકલ્પ પર ક્લિક કરીને તમારી ફરિયાદ પસંદ કરો. પછી ઇવેન્ટની તારીખ પસંદ કરો.

અહીં તમે તમારી ફરિયાદ વિગતવાર લખી શકો છો. પછી સબમિટ બટન પર ક્લિક કરો.

જો કોઈ મુસાફરની આરક્ષિત સીટ(reserved seat) અથવા બર્થ પર ગેરકાયદેસર રીતે કબજો કરે છે, તો આ મામલો પહેલા તે ટ્રેનના ટીસી(Tarin TC) સુધી પહોંચવો જોઈએ. જો તમે ઓનલાઈન ફરિયાદ(Online complaint) નોંધાવી શકતા નથી, તો તમે રેલવે હેલ્પલાઈન નંબર(railway Helpline Number) 139 પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. 
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version