News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે ઇટાલીમાં તેમના આવાસ પર નિધન થયું છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે.
તેમણે કહ્યું સોનિયા ગાંધીની માતા પાઓલા માઇનોનું ઇટાલીમાં 27 ઓગસ્ટ શનિવારના રોજ નિધન થયું હતું. ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે સોનિયા ગાંધી હાલ મેડિકલ તપાસ માટે વિદેશમાં છે. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ છે.
આ સમાચાર પણ વાંચો : ગણપતિ બાપા મોરિયા- ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશ મૂર્તિની થઇ સ્થાપના- કિંમત જાણીને આંખો ચાર થઈ જશે- જુઓ ફોટોગ્રાફ્સ
