Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી: દરરોજ 1 કીવીનું સેવન કરવાથી તમે સાંધાના દુખાવાથી છુટકારો મેળવશો; જાણો બીજા અદ્ભુત ફાયદાઓ વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

કીવી એક એવું ફળ છે જે તમને દરેક સિઝનમાં સરળતાથી મળી જાય છે. તેમાં ફાઈબર, વિટામિન સી અને સારી માત્રામાં પોટેશિયમ હોય છે. તે ખૂબ જ ઓછી કેલરીવાળો ખોરાક છે. તેમાં કેળા કરતાં વધુ પોટેશિયમ અને નારંગી કરતાં બમણું વિટામિન સી હોય છે.દરરોજ તેનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આ સિવાય તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. જેના કારણે તમે ઘણી ગંભીર બીમારીઓથી સુરક્ષિત રહેશો. એટલા માટે તમારે તમારા રોજિંદા આહારમાં કિવીનો સમાવેશ કરવો જ જોઈએ, તો ચાલો જાણીએ કિવી ખાવાના ફાયદા.

 

કીવી ખાવાના ફાયદા:

1. કીવીનું સેવન હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત ઘણી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે.

2. દરરોજ કીવીનું સેવન કરવાથી શરીરના ડિટોક્સિફિકેશનમાં મદદ મળે છે.

3. કીવીનું સેવન કરવાથી તમારી ત્વચાની કરચલીઓ ઓછી થાય છે અને તેને ચમકદાર બનાવવામાં મદદ મળે છે.

4. અલ્સર અને પેટની ગરમી જેવી બીમારીઓમાં પણ કીવીનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

5. કીવીમાં આયર્ન અને ફોલિક એસિડ જેવા ગુણો ભરપૂર હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

6. કીવીનું રોજનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે.

7. કીવીનું સેવન કરવાથી તમને સાંધા અને હાડકાના દુખાવાથી છુટકારો મળે છે.

શું તમને ખબર છે વારાણસી નું નામ શી રીતે પડ્યું. જાણો રોચક ઇતિહાસ અહીં.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version