Site icon

સ્વાસ્થ્ય જાણકારી- શું ચોમાસા ની ઋતુમાં મધનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક-જાણો અહીં

News Continuous Bureau | Mumbai

મધ એ સૌથી સરળતા થી મળતી કુદરતી વસ્તુ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. સ્વાદમાં તે મીઠો હોય છે, પરંતુ સ્વાદની સાથે મધમાં (honey)પૌષ્ટિક તત્વો પણ ભરપૂર હોય છે. સામાન્ય રીતે લોકો તેને દૂધમાં મિક્સ કરીને પીવે છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ વાનગીઓ બનાવવામાં કરે છે. આ સાથે જ વરસાદની સિઝન(monsoon season) શરૂ થઈ ગઈ છે. હવે સવાલ એ થાય છે કે વરસાદની મોસમમાં મધનું સેવન કરવું ફાયદાકારક છે કે નહીં? તો ચાલો જાણીએ તેના વિશે …

Join Our WhatsApp Community

– મધમાં (honey)ઘણા પ્રકારના વિટામિન અને ક્ષાર પણ જોવા મળે છે. તેમાં વિટામિન A, B, C, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ઝિંક, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા ઘણા પોષક તત્વો પણ મળી આવે છે. મધમાં જોવા મળતા આ તમામ તત્વો આપણા સ્વાસ્થ્ય (health)માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક છે.

– મધ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા તત્વો જોવા મળે છે, જે આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ (immunity)પ્રદાન કરે છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો પણ છે.મધનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મધનું સેવન કરતા પહેલા ખાતરી કરી લો કે ઉપયોગમાં લેવાતું મધ અસલીને બદલે ભેળસેળયુક્ત કે નકલી તો નથી ને. કારણ કે ભેળસેળયુક્ત મધ (fake honey)આપણા સ્વાસ્થ્ય પર બરાબર વિપરીત અસર કરી શકે છે.

– તમને જણાવી દઈએ કે,અસલી મધ ખૂબ જાડું હોય છે. જ્યારે પાણીમાં (watge)મૂકવામાં આવે છે, ત્યારે પણ તે સરળતાથી ઓગળતું નથી, તે સપાટી પર સ્થિર થાય છે. જ્યારે કે, નકલી મધ તરત જ પાણીમાં ઓગળી (dilute)જાય છે. હાલમાં, મધની શુદ્ધતા ચકાસવા માટે કોઈ નિશ્ચિત માપદંડ નથી.

– જો કે, લોકો વરસાદમાં મધ ખાવા અંગે મૂંઝવણમાં રહે છે. પરંતુ મૂંઝવણમાં પડવાની જરૂર નથી. મધનો (honey)કોઈપણ સ્વરૂપમાં ઉપયોગ કરો, તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.વરસાદમાં ઝડપથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે. શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યા થવી સામાન્ય બાબત છે. આ સ્થિતિમાં મધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. વાયરલ તાવ (viral fever)અને શરદી-ખાંસી, પેટમાં ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓથી બચી શકાય છે. જો કોઈને ચેપ લાગ્યો હોય, તો તેના ઉપયોગથી રાહત મળશે. જણાવી દઈએ કે આ સિઝનમાં સીતોપલાદી ચૂર્ણ (sitopaladi churna)સાથે મધનો ઉપયોગ ફાયદાકારક રહેશે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- દહીં ખાધા પછી આ વસ્તુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર થાય છે વિપરીત અસર-તબિયત બગડી શકે છે

Bank Locker Rules 2026: ભૂલથી પણ બેંક લોકરમાં ન મૂકતા રોકડ, થઈ શકે છે જેલ! જાણો લોકર ધારકો માટે RBI ના 3 સૌથી મહત્વના બદલાવ
Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Exit mobile version