ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 ઓગસ્ટ 2020
બોલિવુડમાં મીસ્ટર પર્ફેક્ટ કે પર્ફેક્ટનીસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને પોતાની ઇમેજ ને પર્ફેક્ટલી હેન્ડલ કરવામાં લોચો મારી દીધો હોય તેવુ સોશિયલ મીડિયામાં ટ્રોલ ટ્રેન્ડ પરથી લાગી રહ્યું છે. દરઅસલ, બોલીવૂડના અભિનેતા આમીર ખાને કોરોના બાદ પ્રથમ શૂટીંગ શરુ કર્યું છે અને તે ગઇકાલે તૂર્કી પહોંચ્યા બાદ આ દેશના રાષ્ટ્રપતિ રજપ તૈયપ ઇર્દવાનની પત્ની એમિલી ઇર્દવાન સાથે મુલાકાત કરી હતી. ફર્સ્ટ લેડી એમિલીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીર શેર કરી હતી જે પછી સોશિયલ મીડિયા પર લોકોએ આમીર ખાનની ટીકા કરીને તેમને ટ્રોલ કર્યાં હતા. સાથે લોકોએ એવા સવાલ ઉઠાવ્યાં હતા કે આમીર ખાન ભારત વિરોધી તુર્કીના ફર્સ્ટ લેડીને કેવી રીતે મળી શકે છે??
નોંધનીય છે કે, તૂર્કીએ આંતરરાષ્ટ્રીય મુદ્દે વિરોધી વલણ લેતું આવ્યું છે. તે જોતા આમીર ખાનની આ મુલાકાત મુદ્દે ભાજપે વિવાદ સર્જયો છે અને આમીર ખાનને કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગદ્દાર તરીકે પણ ઓળખાવાયો છે. તો બીજી તરફ લોકો પણ તેના બચાવમાં ઉભા છે. એવી દલીલ કરવામાં આવી રહી છે કે તેઓ કોઈને પણ મળે તેનાથી શું ફરક પડે છે?
આમિર ખાનને લઇને એટલા માટે પણ હંગામો મચ્યો છે. કારણ કે આ એ જ આમિર ખાન છે જેમણે અસહિષ્ણુતાના હોબાળા વચ્ચે કહ્યું હતુ કે "ભારતમાં ડર લાગી રહ્યો છે." આવામાં તુર્કીના રાષ્ટ્રપતિ સાથે આમિર ખાનનો મનમેળ હિંદુત્વ વાદી પક્ષના લોકોને પસંદ આવી રહ્યો નથી. જોકે કોંગ્રેસ આ સમગ્ર હંગામાને નકામો ગણાવવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તુર્કી હાલનાં સમયે પાકિસ્તાન સહિત ચીનનાં ખોળે બેસેલું અનેક વાર જોવા મળ્યું છે. ખાસ કરીને કોરોના કાળમાં અને તેમા પણ કાશ્મીર મામલે તુર્કી દ્વારા એક કરતા વધુ વખત વિવાદીત નિવેદનો આપવામાં આવ્યા હતા તે હકીકતો વિદિત છે. આજ કારણ છે કે, ભારતનાં લોકો માટે તુર્કી અળખામણું બની ગયુ છે અને આવા સમયે પોતાનાં કામથી કામ ન રાખીને આમિર ખાન દ્વારા તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની મુલાકાત લેવામાં આવતા આમિર ફસાયો છે અને ટ્રોલ થઇ રહ્યો છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
