Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી- મકાઈના રેશા ને નકામા ગણીને ફેંકવાની ભૂલ ન કરો-મળશે આ ફાયદા 

News Continuous Bureau | Mumbai

વરસાદની મોસમમાં સરળતાથી મળતી મકાઈનો સ્વાદ સૌ ને  પસંદ હોય છે.. શેકેલી મકાઈ ખાવાનું દરેકને પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે મકાઈ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈ ના રેશા પણ એટલા જ ફાયદાકારક છે. આપણામાંના મોટાભાગના તેમને નકામું ગણી ને ફેંકી દે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મકાઈના રેશા માં પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન B2, વિટામિન C, વિટામિન K જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ મકાઈ ના રેશા ના ફાયદાઓ વિશે.

Join Our WhatsApp Channel

કોલેસ્ટ્રોલ-

મકાઈમાં મિનરલ્સ અને વિટામિન્સ જેવા ગુણ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મકાઈના રેશા નું સેવન ધમનીઓમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : કાકરાપાર ડેમ રંગાયો આઝાદી કા અમૃત મહોત્સવના રંગે- પાણીમાં પણ જાણે દેશપ્રેમનો ધોધ વહ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો

ડાયાબિટીસ-

મકાઈ ના રેશા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં રહેલા ગુણો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

પાચન-

મકાઈનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે. મકાઈના રેશા માં ફાઈબર મળી આવે છે, જે પાચન માટે સારું માનવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિ-

મકાઈના રેશા માં  વિટામિન સી જેવા ગુણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version