Site icon

સાંસદ ગોપાલ શેટ્ટી અને ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દીપક સાવંતના હસ્તે કાંદિવલીમાં શરૂ થયું કોરોના કેર સેન્ટર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

6 જુન 2020

વૈશ્વિક સમસ્યા કોરોના થી બચવા માટે ઉત્તર મુંબઈમાં એક સારું કામ થયું છે. કાંદિવલી પશ્ચિમ માં મહાવીર નગર વિસ્તારમાં સ્થિત પાવનધામ મંદિરમાં 75 ખાટલાની સુવિધાવાળી કોરોના હોસ્પિટલ બનાવવામાં આવી છે.આ હોસ્પિટલની ખાસિયત એ છે કે તમામ બેડની સાથે ઓક્સિજન તેમજ અન્ય અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલને માત્ર ત્રણ દિવસમાં બનાવીને તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલને કાંદિવલીની સાર્વજનિક સંસ્થા પોઇસર જીમખાના આર્થિક સહયોગ થી બનાવવામાં આવી છે. જૈન મુનિ નમ્રમુનિ મહારાજ ના આશીર્વાદ થી આ હોસ્પિટલ નું સ્થાન પાવનધામ છે.આ હોસ્પિટલના ઉદ્ઘાટન માટે મહારાષ્ટ્રના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ડો દિપક સાવંત અને ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી હાજર રહ્યા હતા. 

ખૂબીની વાત એ છે કે આ હોસ્પિટલમાં અન્ય હોસ્પિટલોના મુકાબલે ઓછા પૈસામાં ઈલાજ કરવામાં આવશે. સાંસદ ગોપાલ શેટ્ટીના અથાગ પ્રયત્નોને કારણે ટૂંક સમયમાં હોસ્પિટલ બની શકી છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ડોક્ટર દિપક સાવંતે કહ્યું કે આ હોસ્પિટલ જેટલા ટૂંક સમયમાં બની છે તે એક સુખદ આશ્ચર્ય છે. જો આ હોસ્પિટલને કોઈપણ પ્રકારની મદદની જરૂર હશે તો રાજ્ય સરકાર તેને જરૂર પૂરી પાડશે. તેમજ ગોપાળ શેટ્ટીએ કહ્યું કે ઉત્તર મુંબઈમાં લોકોની સુવિધા માટે જનપ્રતિનિધિઓ સહદેવ તત્પર છે. લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે અમારું લક્ષ્ય છે.

આ પ્રસંગે સાંસદ ગોપાલ શેટ્ટી અને શિવસેનાના નેતા ડોક્ટર દિપક સાવંત  ઉપરાંત ધારાસભ્ય પરાગ શાહ, ભાઈ ગિરકર, પ્રવીણ દરેકર, વિલાસ પોતનીસ, સુનિલ રાણે, મનીષા ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાવન ધામ ના ટ્રસ્ટી દિનેશ મોદી, નિરવભાઈ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ માં ડોક્ટર વાડીવાલા, ડોક્ટર બીપીન દોષી, ડોક્ટર બ્રિજેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા..

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version