Site icon

લો બોલો! કોરોના સંક્રમિત સાસુમા વહુરાણીને ભેટી પડ્યાં; હવે વહુ પણ કોરોનાગ્રસ્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

તેલંગણાના સોમરીપેટા ગામમાં એક વિચિત્ર ઘટના બની છે. કોરોના સંક્રમિત એક માજી આઇસોલેશનથી કંટાળી ગયાં હતાં અને એથી તે પોતાની વહુને ભેટી પડ્યાં અને વહુને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી.

પરિવારના સભ્યોએ માજીને મળવાનું બંધ કરી દીધુ હતું, કારણ કેતેમનાથી બીજા લોકોને પણ સંક્રમણ ફેલાવાનું જોખમ હતું. આ વાતથી સાસુમા એટલી હદે રિસાઈ ગયાં હતાં કે તેમણે પોતાની વહુને જબરજસ્તી બાથ ભરી અને તેને પણ કોરોનાની ચપેટમાં ભેરવી દીધી હતી. વહુનો કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવ્યા પછી પરિવારજનોએ માજીને આવી પરિસ્થિતિમાં ઘરેથી બહાર કાઢી મૂક્યાં હતાં. મજબૂરીમાં તેમની બહેન તેમને પોતાના ઘરે લઈ ગઈ હતી.

હજારો રૂપિયાના ઇન્જેક્શન કરતા આ આયુર્વેદી ઔષધી કોરોનાને વધતો અટકાવે છે; રિસર્ચમાં કરાયો આ ચોકાવનારો દાવો, જાણો વિગત

એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ વહુએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે “મારી સાસુએ મને એવું કહીને ગળે લગાવી કે, તારે પણ કોરોના સંક્રમિત થવું જોઈએ.” તેની સાસુ એ વાતથી કંટાળી ગઈ હતી કેતેનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યા પછી પરિવારના લોકો તેનાથી અંતર રાખવા લાગ્યા હતા અને બાળકોને પણ તેમની પાસે મોકલતા નથી અને જમવાનું પણ અલગ વાસણમાં ત્યાં જ આપતા હતા.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version