Site icon News Continuous Bureau | Mumbai

સરકારી કર્મચારીને ધમકાવનારા ભાજપના આ નગરસેવકની શું ધરપકડ થશે? કોર્ટે એન્ટીસીપેટરી બેલ ફગાવ્યા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

સરકારી કર્મચારીને ધમકાવનારા લોકોના એન્ટીસીપીટેરરી જામીન મંજૂર કરીને સમાજને ખોટું ઉદાહરણ આપવું નથી એવા દાવા સામે હાલમાં જ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાના ભાજપના નગરસેવક હરીશ કૃષ્ણા ભાંદિર્ગેના એન્ટીસીપેટરી બેલ ફગાવી દીધા છે. તેથી  તેમની ધરપકડ થાય એવી શકયતા છે.  આ નગરસેવકે મુંબઈ મહાનગરપાલિકાના પાણી પુરવઠા ખાતાના આસિસન્ટ એન્જિનિયરને ગાળો આપી હતી. તેથી તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

સરકારી કર્મચારી તેની ફરજ બજાવતો હોય અને નગરસેવક તેને ગાળો આપે, તેને ધમકાવે તથા તેની મારપીટ કરે તે યોગ્ય નથી. આ રીતે સરકારી કર્મચારીઓને ફોન પર ધમકીઓ આવી તો સંપૂર્ણ યંત્રણા પંગુ થઈ જશે અને આ ટ્રેન્ડ વધતો જ જશે તેથી તેના તરફ દૂર્લક્ષ કરવામાં આવે અને જો એન્ટીસીપીટેરી જામીન મંજૂર કરવામાં આવે તો કાયદાનું પાલન કરનારા  નાગરિકોને ખોટો સંદેશો જશે. નગરસેવકો તરફથી દબાણ લાવવામાં આવે તો પાલિકા અને સરકારી યંત્રણા ખોરવાઈ જશે  એવું કહીને કોર્ટે નગરસેવકના જામીન ફગાવી દીધા હતા.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version