ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 જુલાઈ 2020
કોરોના સંક્રમણ જોતા વધુ સુરક્ષા ઇચ્છનાર યાત્રિકો માટે એક મુસાફર બે સીટ બુક કરાવી શકે એવો વિકલ્પ વિમાની સેવા કંપની ઈન્ડિગો એ જાહેર કર્યો છે. આ ઓફર મુજબ વિઝીટર માટે જે-તે મુસાફરે 25 ટકા નાણાં ભરવાના રહેશે. આ સુવિધા આગામી 24 જુલાઇથી શરૂ થશે. આમ તો માર્ચ માં લોકડાઉનને કારણે ભારતે પણ આંતરરાષ્ટ્રીય ફલાઇટ બંધ કરી દીધી હતી. જે હવે ધીમે ધીમે ઘણા દેશોમાં શરૂ થવા માંડી છે. ભારત સરકારે પણ હવે અમેરિકા અને ફ્રાન્સની માટે વિશેષ વિમાની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે મુજબ 17 થી 31 જુલાઈ સુધી આ ઓફર ચાલશે.
શુક્રવારે, ઈન્ડિગોના મુખ્ય અધિકારીએ કહ્યું, "હવાઈ મુસાફરી એ આ સમયે મુસાફરીનો સલામત મોડ છે, તેમ છતાં, અમે સલામતીની ગ્રાહકોની ભાવનાત્મક જરૂરિયાતને સમજીએ છીએ." વધુ કહ્યું કે "અમને આવી વિનંતીઓ મળી હતી અને વધારાની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક જ મુસાફર માટે બે બેઠકો બુક કરાવવાનો વિકલ્પ રજૂ કરવામાં અમને આનંદ છે."..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
