Site icon

કોરોના ટેસ્ટિંગના નિયમમાં થયાં મોટા ફેરફારો.. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કરાવવી પડશે ટેસ્ટ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 સપ્ટેમ્બર 2020

હવેથી તમારે કોરોના ની ટેસ્ટ કરાવવી હશે તો ડોક્ટરની કે કોઇ પણ આરોગ્ય અધિકારીની રાહ જોવાની રહેશે નહીં. તમે જ્યારે, જ્યાં છો ત્યાં કોરોનાની ટેસ્ટ કરાવી શકો છો.  જેમ કોવિડ 19 ની ટેસ્ટ વધારવામાં આવી રહી છે. તેમ તેમ વધુ કેસો સામે આવી રહ્યા છે. પરંતુ કોરોનાવાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે ભારતે પોતાની કોરોનાની રણનીતિ હવે બદલી છે. અત્યાર સુધી ભારતમાં જિલ્લાના આરોગ્ય અધિકારી, ડોકટર અથવા જે તે વિસ્તારના તંત્ર તરફથી રેન્ડમલી તપાસ કરવામાં આવતી હતી. પરંતુ હવે કોઈ પણ કોરોનાની ટેસ્ટ કરાવી શકે છે. 

આઈ સી એમ આર તરફથી એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં કોઈને પણ કોઈ પણ સમયે કોરોના ની ટેસ્ટ કરાવવાની છુટ આપવામાં આવી છે. આનો અમલ કેવી રીતે કરવો તેનો નિર્ણય જે તે રાજ્ય પર છોડી દેવામાં આવ્યો છે. રાજ્યો ચાહે તો ઉપરોક્ત નિયમમાં પોતાની રીતે ફેરફાર કરી શકે છે.. 

# દેશ બહાર જતા કે દેશમાં આવતા લોકોએ કોરોના ટેસ્ટ કરાવવી ફરજિયાત.

# એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી વખતે કોરોના ટેસ્ટ કરાવવી જરૂરી. 

# કન્ટેન્મેન્ટ ઝોન માં રહેતા તમામ લોકોની એન્ટીજન ટેસ્ટ જરૂરી.

# શહેરોના ખાસ વિસ્તારો જ્યાં કોરોના નું સંક્રમણ વધુ ફેલાયેલું છે ત્યાં ટેસ્ટ કરાવવી ફરજિયાત.

# કોરોનાના ટેસ્ટને કારણે ઇમરજન્સી સેવાઓ અટકવી જોઈએ નહીં. 

# આઈ સી એમ આર ના આદેશમાં કહેવાયું છે કે છેલ્લા 14  દિવસમાં કોઇ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરી હોય, એવી વ્યક્તિએ કોઇ લક્ષણ ન જણાતા હોવા છતાં ટેસ્ટ કરાવવી જરૂરી છે. 

# શનિવારે જાહેર થયેલા આંકડા મુજબ કુલ કોરોનાના  કેસની  સંખ્યા 40,23,179 પહોંચી છે . જ્યારે કુલ મોત 70 હજારની આસપાસ થયાં છે. જયારે હાલ સક્રિય કેસની સંખ્યા 8,46,395 છે..

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version