Site icon

ગાયનું છાણ અને ગૌમૂત્ર બની શકે છે મ્યુકર માઈક્રોસિસ થવાનું કારણ; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
દેશમાં કોરોનાના દરરોજ લાખો કેસ સામે આવી રહ્યા છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં મ્યુકર માઈક્રોસિસ નામનું ફંગલ ઇન્ફેકશન થઈ રહ્યું છે. અમદાવાદમાં દરરોજ આ ઇન્ફેકશનના ૧૦થી ૧૨ કેસ સામે આવી રહ્યા છે, તેવામાં લોકોમાં એવી અફવા છે કે ગાયનું છાણ અને ગૌમૂત્ર શરીર પર લગાવવાથી કોરોના વાઇરસ સામે રક્ષણ મળે છે અને ઇમ્યુનિટી વધે છે.

દર અઠવાડિયે હેલ્થ વર્કર સહિત લગભગ ૧૫ લોકો એસજી હાઈવે પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી)ની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં ૨૦૦ જેટલી ગાયો છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની વાત માત્ર અફવા જ છે. ગાંધીનગરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું છે કે “ગાયનું છાણ શરીર પર લગાવવાની થેરેપીથી કોરોના સામે ઇમ્યુનિટી વધે છે તેવું કોઈ રિસર્ચમાં સાબિત થયું નથી.” ડૉ. મોના દેસાઈએ આ સંદર્ભે એક મીડિયા હાઉસને જણાવ્યું છે કે “ગાયના છાણમાં ફંગસ હોય છે. તે શરીર પર લગાવવું મ્યુકર માઇકોસિસ જેવાં ફંગલ ઇન્ફેકશન જેવા ચેપનું કારણ બની શકે છે. આથી લોકોએ આ પ્રકારની બોગસ વાતોથી બચવું જોઈએ અને જો કઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.”
ઉલ્લેખનીય છે કે આ મ્યુકર માઈક્રોસિસ નવો રોગ નથી, પરંતુ તેણી દવાની ભારે અછત છે અને ભાગ્યે જ મળે છે. મ્યુકર માઈક્રોસિસના કેસ જોતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીઓ માટે ૧૧૦ બેડની વ્યવસ્થા કરાઈ રહી છે.

Join Our WhatsApp Community

કોરોના ની વેક્સિન ની પેટન્ટ આપવાનો આ કંપનીએ ચોખ્ખો નનૈયો ભણી દીધો.
 

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version