Site icon

 વાવાઝોડાનું નામ તાઉતે કોણે રાખ્યું? નામનો અર્થ શું થાય છે? જાણો અહીં

Cyclone Mocha strengthens as it churns over Bay of Bengal

આજે ઘાતક થશે ચક્રવાત 'મોકા'!135 કિમીની ઝડપે ફૂંકાશે પવન, આ રાજ્યોમાં જારી કરાયું ભારે વરસાદનું એલર્ટ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

હાલ ગુજરાત ઉપર તાઉતે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ વાવાઝોડું એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જયંત સરકારે એને ગંભીર વાવાઝોડું ગણાવ્યું છે. 

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર અરબ સાગરના ઉપર બનેલું દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાન 'તાઉ-તે' માં ફેરવાઈ ગયું છે. એ 18મી મેની આસપાસ પોરબંદરથી નલિયા વચ્ચે ગુજરાતનો દરિયાકિનારો પાર કરે એવી સંભાવના છે. તાઉતે વાવાઝોડું 16થી 18 મેની વચ્ચે ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાનની જેમ રહેશે. આને કારણે ગુજરાત અને દીવના દરિયાકિનારા પર નજર રાખવામાં આવી રહી છે. 

તાઉતે વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૧૧ લોકોનાં મૃત્યુ થયાં; જાણો વિગત…

શું તમે જાણો છો કે આ વાવાઝોડાનું નામ કોણ રાખે છે અને એ કેવી રીતે રખાય છે?  આ વર્ષના પ્રથમ વાવાઝોડાનું નામ ‘તાઉતે’ રાખવામાં આવ્યું છે. આ નામ મ્યાનમારે રાખ્યુ છે, જે એક બર્મી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ છે વધારે અવાજ કરનારી ગરોળી.  

સામાન્ય રીતે દરેક ચક્રવાતના નામની પાછળ એક વિશેષ પ્રક્રિયા હોય છે.ચક્રવાતના નામ દુનિયાભરના ચેતવણી કેન્દ્ર રાખે છે, જે હવામાન વિભાગ અંતર્ગત આવે છે. WMO સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક આયોગના ટ્રોપિકલ સાઇક્લોન પૅનલમાં 13 દેશ છે. જેમાં ભારત સિવાય પાકિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાનમાર, ઓમાન, શ્રીલંકા, થાઇલૅન્ડ, ઇરાક, કતાર, સંયુક્ત અરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે. જ્યારે જે પણ દેશનો ક્રમ આવે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે.  

તોફાનોનાં નામ એટલે આપવામાં આવે છે કે હવામાન વિભાગને આને લઈને કોઈ મૂંઝવણ ના રહે. તોફાનના નામ અને તેના સંબંધિત ચેતવણીઓ રજૂ કરવામાં મદદ મળે. તોફાનનું નામ રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે નામ નાનું અને સમજી શકાય એવું હોય. આ ઉપરાંત એક જ તટ પર એકથી વધારે તોફાન આવે છે તો એની જાણકારી પણ સરળતાથી આપી શકાય છે. સામાન્ય રીતે ટ્રોપિકલ ચક્રવાતના નામ ક્ષેત્રીય સ્તર પર નિયમો પ્રમાણે હોય છે.

અરે! કોવિશીલ્ડનો બીજો ડોઝ લેવાની મુદત ફરી એકવાર વધી ગઈ; જાણો વિગત…
 

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version