Site icon

સ્વાસ્થ્ય જાણકારી: જાણો દલિયા કે ઓટ્સ બેમાંથી કયું ધાન વજન ઘટવા માટે છે અસરકારક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શુક્રવાર

જો તમારું વજન વધારે છે, તો દેખીતી રીતે નવા વર્ષ માટે તમારું રિઝોલ્યુશન પણ વજન ઘટાડવાનું હોવું જોઈએ. પરંતુ વજન ઘટાડવા માટે એ સૌથી જરૂરી છે કે તમે ખોરાકમાં શું લો છો, ખાસ કરીને નાસ્તામાં. તમે સવારના નાસ્તામાં જે ખોરાક લો છો તે આપણા શરીરને આખો દિવસ ચાર્જ રાખે છે. અને વધારાની ચરબી પણ આપણા શરીર પર જમા થવા દેતી નથી. નિષ્ણાતો ઘણીવાર વજન ઘટાડતા લોકોને પ્રોટીન, ફાઇબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર નાસ્તો લેવાની સલાહ આપે છે.ઓટ્સ અને દલિયા બંને સામાન્ય રીતે નાસ્તામાં ખાવામાં આવતી વસ્તુઓ છે. તે આપણા શરીરને એનર્જી આપે છે અને ફિટ રાખવામાં પણ મદદ કરે છે. તે જ સમયે, આ બંનેનો સ્વાદ પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જે તમને સ્વસ્થ બનાવવાની સાથે સાથે તમને સંપૂર્ણ સ્વાદ પણ આપશે. આવી સ્થિતિમાં અમે તમને અહીં જણાવીશું કે જો તમે ઓટ્સ અને દલિયા ખાશો તો તમારું વજન ઝડપથી ઘટશે.

ઓટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે

ઓટ્સ વાસ્તવમાં આખું અનાજ છે. તેમાં ઘણાં પોષક તત્ત્વો હોય છે, તે કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર પણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. બીજી તરફ જો તમે ઓટ્સમાં કેટલાક ફળ અને બદામ નાખી ને ખાશો તો તેનો સ્વાદ બમણો થઈ જશે.

વજન ઘટાડવામાં અસરકારક છે

ઓટ્સ માત્ર સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓથી ભરપૂર નથી, પરંતુ તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. આ તમને વારંવાર વધુ પડતું ખાવાથી પણ બચાવશે. ઓટ્સમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જે વજન ઘટાડવામાં ઘણી મદદ કરે છે.

દલિયા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે

મોટાભાગના લોકો નાસ્તામાં દલિયા ખાવાનું પસંદ કરે છે. દલિયા ઘઉંને બારીક પીસીને બનાવવામાં આવે છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. દલિયા માં ફોલેટ, કોપર, મેંગેનીઝ અને આયર્ન ખૂબ વધારે માત્રામાં જોવા મળે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક છે

દલિયામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. આ કારણે દલિયા લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. અને વ્યક્તિને વધુ કેલરી ખાવાથી ઘણી હદ સુધી બચાવે છે. દલિયામાં ઓછી કેલરી હોવાને કારણે લોકો વજન ઘટાડવા માટે તેનું રોજ સેવન કરે છે.

દલિયા કે ઓટ્સ વજન ઘટાડવા કયું વધુ સારું?

હકીકત એ છે કે દલિયા અને ઓટ્સ બંને તંદુરસ્ત નાસ્તાના વિકલ્પો છે અને તે વજન ઘટાડવામાં અસરકારક રીતે કામ કરે છે. તમે શરીરની ચરબી ઘટાડવા માટે આમાંથી કોઈ એકનું સેવન કરી શકો છો, પરંતુ તેને યોગ્ય સમયે ખાવું જરૂરી છે.

સ્વાસ્થ્ય જાણકારી: સાદું મીઠું છોડી ભોજનમાં સામેલ કરો રોક મીઠું (સેંધા મીઠું ), મળશે અદ્ભુત ફાયદા; જાણો વિગત

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version