ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
કેન્દ્ર સરકારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ ફરી વધારવામાં આવી છે.
આધાર સાથે પાન લિંક કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જેને વધારી 31 માર્ચ 2022 કરી દેવામાં આવી છે.
આ સાથે, આવકવેરા કાયદા હેઠળ દંડની પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બર 2021 થી વધારીને 31 માર્ચ 2022 કરવામાં આવી છે.
આધારકાર્ડને પાનકાર્ડ ને લીંક કરવાની જે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે તેનું એક કારણ એ પણ છે કે કોરોના કાળમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેન્દ્ર સરકાર દ્વારા તારીખ અનેક વખત વધારવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આગામી છ માસ સુધીમાં કેટલા લોકો આધાર કાર્ડ અને પાનકાર્ડ ને લિંક કરાવશે.
