Site icon

બાટલા હાઉસ ફરી બદનામ- એક સંદિગ્ધ આતંકવાદી પકડાયો

આતંકવાદ, દાણચોરી અને ગેંગસ્ટરોની સાંઠગાંઠ પર NIA દ્વારા મોટી કાર્યવાહી, એક સાથે આટલા રાજ્યોમાં 100 થી વધુ સ્થળો પર દરોડા

આતંકવાદ, દાણચોરી અને ગેંગસ્ટરોની સાંઠગાંઠ પર NIA દ્વારા મોટી કાર્યવાહી, એક સાથે આટલા રાજ્યોમાં 100 થી વધુ સ્થળો પર દરોડા

News Continuous Bureau | Mumbai

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(National Investigation Agency) (એનઆઈએ) ને મોટી સફળતા હાથ લાગી છે. ૧૫ ઓગસ્ટ પહેલા એજન્સીએ દિલ્હીથી આઈએસઆઈએસના(ISIS) સક્રિય સભ્યની ધરપકડ કરી છે. આતંકીનું(Terrorist) નામ મોહસિન અહમદ(Mohsin Ahmad) છે. તેની આઈએસઆઈએસ મોડ્યૂલની ગતિવિધિઓને લઈને સર્ચ બાદ ધરપકડ કરવામાં આવી છે. એનઆઈએએ(NIA) રવિવારે આરોપી મોહસિન અહમદ પુત્ર મોહમ્મદ શકીલ અહમદના(Mohammad Shakeel Ahmad) આવાસમાં સર્ચ કર્યું હતું. તે વર્તમાનમાં એફ ૧૮/૨૭, જાપાની ગલી, જાેગાબાઈ એક્સટેન્શન, બાટલા હાઉસમાં(Batla House) રહેતો હતો.  

Join Our WhatsApp Community

એનઆઈએએ ૨૫ જૂને આઈપીસીની કલમ(Section of IPC) ૧૫૩એ અને ૧૫૩બી અને યૂએ (પી) અધિનિયમની કલમ ૧૮, ૧૮બી, ૩૮, ૩૯ અને ૪૦ હેઠળ કેસ દાખલ કર્યો હતો. ધરપકડ કરાયેલ આતંકી સંગઠન આઈએસઆઈએસનો કટ્ટરવાદી અને સક્રિય સભ્ય છે. તેની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર એનઆઈએની ટીમે બાટલા હાઉસના એક ઘરમાં દરોડા પાડ્યા. જ્યાંથી શંકાસ્પદ મોહસિનની ધરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન ઘરમાંથી ઘણા વિવાદાસ્પદ દસ્તાવેજો મળ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરમાં આજથી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ- હવામાન વિભાગની આવી આગાહી

આરોપી આતંકી સંગઠનનો(terrorist organizations) સક્રિય સભ્ય છે. એનઆઈએ આ મામલાની તપાસ કરી રહી છે. ૨૫ જૂને એનઆઈએએ એફઆઈઆર(FIR) દાખલ કરી હતી. ત્યારબાદ સતત તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે પણ નજર બનાવી રાખી હતી. મોહસિન પર સતત આઈએસઆઈએસના મોડ્યૂલમાં જાેડાયેલા રહેવાનો આરોપ હતો. હવાલા, ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) દ્વારા પેસાની લેતીદેતી થતી હતી. શંકાસ્પદ પર આરોપ છે કે તે હાટલા હાઉસમાં રહી આસપાસના લોકો અને વિદ્યાર્થીઓને ગતિવિધિઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરતો હતો. 

હવે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા જે ટ્રાન્ઝેક્શન(transaction) થયા છે તેને ફંડ કોણે આપ્યું. તેનો હેન્ડલર કોણ છે. તે આગળ કઈ જગ્યાએ પૈસાની સપ્લાય કરી રહ્યો હતો. કોને પૈસા મોકલી રહ્યો હતો. આ તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : હાશ એક વર્ષનું ટેન્શન ખતમ- મુંબઈને પાણી આપતા તળાવોમાં આટલું પાણી ભેગું થયું

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version