Site icon News Continuous Bureau | Mumbai

આભને આંબી રહ્યું છે હવાઈ મુસાફરીનું ભાડુંઃ લંડનથી દિલ્હીની ફ્લાઈટની બિઝનેસ ક્લાસની ટીકિટની કિંમત અધધ આટલા લાખે પહોંચી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કોરોનાની બીજી લહેર ધીમી પડતા જ હવાઈ યાત્રામાં તેજી આવવના કારણે વર્તમાન સમયમાં એર ટિકિટની કિંમત ખૂબ જ વધી ગઈ છે. 

બ્રિટિશ એરવેઝની દિલ્હીથી લંડનની ફ્લાઈટનું 26મી ઓગષ્ટનું બિઝનેસ ક્લાસનું ભાડું  3.95 લાખ રૂપિયા છે. જ્યારે આ જ દિવસનું ઈકોનોમી ક્લાસનું ભાડું 1.03 લાખથી 1.47 લાખ રૂપિયા રૂપિયા સુધી પહોંચી ગયું છે. 

દિલ્હીથી ન્યૂયોર્ક સુધીની ફ્લાઈટનું ઈકોનોમી ક્લાસનું સરેરાશ ભાડું જુલાઈ મહિનામાં 69,034 રૂપિયા હતું જે ઓગસ્ટ માં વધીને 87,542 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

છેલ્લા એક મહિનામાં ભારે માંગ વચ્ચે ભારતથી પ્રમુખ આંતરરાષ્ટ્રીય રૂટનું ભાડું ખૂબ જ વધી ગયું છે.  

ઉલ્લેખનીય છે કે સરકારે સામાન્ય કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાનો પર ગત વર્ષે 23 માર્ચથી જ રોક લગાવી રાખી છે. હાલ સ્ટુડન્ટ સહિતના એ લોકો માટે જ ફ્લાઈટ સેવા ચાલુ છે જેમના માટે મુસાફરી કરવી ખૂબ જ જરૂરી છે

ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની ખુશીમાં આ તારીખ સુધી ગિરનાર રોપ-વે પર મળશે નિ:શુલ્ક મુસાફરી, માત્ર આ છે એક શરત

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version