Site icon

જલદી તપાસી લો કયાંક તમારી વિમાનની ટિકિટ તો કેન્સલ નથી થઈને – આ એરલાઇન્સ બે મહિના સુધી માત્ર 50 ટકા વિમાન ઉડાડી શકશે-કડક કાર્યવાહી થઈ

News Continuous Bureau | Mumbai

જો તમે સ્પાઈસ જેટની(Spice Jet ) કોઈ પણ ટિકિટ બુક(Ticket Booking) કરી હોય તો ચેક કરી લેજો કે તમારી ટિકિટ કેન્સલ(Ticket Cancellation) તો નથી થઈને ? સ્પાઈસ જેટના વિમાનમાં(Spice jet Airplane) સતત ટેક્નિકલ ખામીઓ(Technical Glitch) સર્જાઈ રહી હોવાના ઉપરાઉપરી બનાવ બની રહ્યા છે. તેથી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ સ્પાઈસજેટ સામે આકરા પગલાં લીધા છે. જે હેઠળ DGCAએ સ્પાઇસ જેટના 50% વિમાનોના ઉડાન(Flight of planes) પર આઠ અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકી દીધો છે.  

Join Our WhatsApp Community

આગામી બે મહિના સુધી સ્પાઈસ જેટના ઉડાન પર DGCA સખત નજર રાખવાની છે. તેથી સતત બે મહિના તે ફક્ત 50% વિમાનો જ ઉડાવી શકશે. તેણે જો 50% ટકાથી વધુ ઉડાનો ભરવી હશે તો તેણે પૂરતું મનુષ્યબળ સહિત ટેક્નિકલથી લઈને તમામ પ્રકારની સગવડો ઉપલબ્ધ હોવાનું સાબિત કરવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો : થઈ જાઓ વિમાન યાત્રા માટે તૈયાર- આ એરલાઈન્સ એક સીટ સિલેક્શન અને ભોજન મફત આપી રહી છે

થોડા દિવસ પહેલાં DGCAએ સ્પાઈસ જેટને સતત આવતી ટેકનિકલ ખામીને કારણે નોટિસ ફટકારી હતી. હવે સ્પાઈસ જેટના વિમાનની સ્પોટ ચેકિંગ પણ કરવામાં આવવાની છે.
 

Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
Exit mobile version