News Continuous Bureau | Mumbai
પાટનગર દિલ્હીમાં મુસાફરી કરવા માટે મેટ્રો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ શકે છે? પ્રફુલ સિંહ આ નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા છે, જેમણે માત્ર 16 કલાક 2 મિનિટમાં મેટ્રો સ્ટેશનના તમામ 254 સ્ટેશનને કવર કરી લીધા છે.
દિલ્હી મેટ્રોના કર્મચારી પ્રફુલ સિંહે માત્ર ૧૬ કલાકમાં ૩૪૮ કિલોમીટર કાપીને ૨૫૪ સ્ટેશનો કવર કર્યા છે. પ્રફુલે આ યાત્રે ૨૯ ઓગષ્ટ ૨૦૨૧ના દિવસે શરૂ કરી હતી. દિલ્હી મેટ્રોએ દાવો કર્યો છે કે ડીએમઆરસીના એક કર્મચારીએ દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બાનાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન, ટ્રેનમાં ગીતો વગાડ્યા કે પછી મોટા અવાજે વાત કરી તો આવી બનશે. જાણો વિગતે
પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટમાં, દિલ્હી મેટ્રોએ એક મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવા દરમિયાન કર્મચારીનો એક ફોટો શેર કર્યો. જેમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો તેનો પત્ર તેના હાથમાં હતો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટે પ્રફુલ સિંહની પોસ્ટ શેર કરી જે અંગે પ્રફુલે જણાવ્યું કે, ' હું લાંબા સમયથી દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યો છું. જે કારણથી મને દરેક લાઈનો વિશેની જાણકારી છે. મારો પ્લાન હતો કે મારે કયા સ્ટેશન અને લાઈનથી શરૂ કરવાનું છે પૂર્ણ કરવાનું છે જેથી સમયથી પહેલા હું પોતાનો રેકોર્ડ પૂર્ણ કરી શકું.
