Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, શું વાત છે! દિલ્હી મેટ્રોના કર્મચારીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 16 કલાકમાં કવર કર્યા 250થી વધુ સ્ટેશન… 

News Continuous Bureau | Mumbai

પાટનગર દિલ્હીમાં મુસાફરી કરવા માટે મેટ્રો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તમારું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ શકે છે? પ્રફુલ સિંહ આ નવો રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા છે, જેમણે માત્ર 16 કલાક 2 મિનિટમાં મેટ્રો સ્ટેશનના તમામ 254 સ્ટેશનને કવર કરી લીધા છે.

Join Our WhatsApp Channel

દિલ્હી મેટ્રોના કર્મચારી પ્રફુલ સિંહે માત્ર ૧૬ કલાકમાં ૩૪૮ કિલોમીટર કાપીને ૨૫૪ સ્ટેશનો કવર કર્યા છે. પ્રફુલે આ યાત્રે ૨૯ ઓગષ્ટ ૨૦૨૧ના દિવસે શરૂ કરી હતી. દિલ્હી મેટ્રોએ દાવો કર્યો છે કે ડીએમઆરસીના એક કર્મચારીએ દરેક મેટ્રો સ્ટેશનો પર સૌથી ઝડપથી યાત્રા કરવાનો ગિનીઝ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડ બાનાવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : સાવધાન, ટ્રેનમાં ગીતો વગાડ્યા કે પછી મોટા અવાજે વાત કરી તો આવી બનશે. જાણો વિગતે

પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટમાં, દિલ્હી મેટ્રોએ એક મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા રહેવા દરમિયાન કર્મચારીનો એક ફોટો શેર કર્યો. જેમાં રેકોર્ડ બનાવવામાં આવ્યો તેનો પત્ર તેના હાથમાં હતો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટે પ્રફુલ સિંહની પોસ્ટ શેર કરી જે અંગે પ્રફુલે જણાવ્યું કે, ' હું લાંબા સમયથી દિલ્હી મેટ્રોનો ઉપયોગ કરી રહ્યો છું. જે કારણથી મને દરેક લાઈનો વિશેની જાણકારી છે. મારો પ્લાન હતો કે મારે કયા સ્ટેશન અને લાઈનથી શરૂ કરવાનું છે પૂર્ણ કરવાનું છે જેથી સમયથી પહેલા હું પોતાનો રેકોર્ડ પૂર્ણ કરી શકું.

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version