Site icon News Continuous Bureau | Mumbai

સ્વાસ્થ્ય જાણકારી- જો તમને દર વખતે મચ્છર કરડે છે તો આ હોઈ શકે છે કારણો-જાણો શા માટે મચ્છરો ને તમે પ્રિય છો

Mosquito : Plant these plants in the house and keep mosquitoes away

Mosquito : Plant these plants in the house and keep mosquitoes away

News Continuous Bureau | Mumbai

જો તમને લાગતું હોય કે મચ્છર (mosquito)તમને દરેક જગ્યાએ કરડે છે અથવા તમારી પાછળ પાછળ રહે છે, તો તમે બિલકુલ ખોટા નથી. ખાસ કરીને લોકોની ભીડમાં મચ્છર તમને  જ કરડે છે  તેની પાછળ તમારો વ્હેમ  નહીં પણ ઘણાં કારણો છે. અભ્યાસ જણાવે છે કે મચ્છરોના સૌથી વધુ કરડવા પાછળ કયા કારણો છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. જો કે, અહીં વાત મીઠા કે કડવા લોહીની નથી પણ ઘણી જુદી જુદી બાબતોની છે. તો ચાલો જાણીએ આનું સાચું કારણ.

Join Our WhatsApp Channel

1. પરસેવો અને ગંધ

મચ્છર દરેક વસ્તુને સૂંઘી(smell) શકે છે. તેઓ લેક્ટિક એસિડ, એમોનિયા અને અન્ય સંયોજનોને પણ ઓળખે છે જે પરસેવા(sweat) દ્વારા શરીરમાંથી મુક્ત થાય છે. જો મચ્છરોને તમારા શરીરમાંથી આવતી ગંધ ગમે છે, તો તેઓ તમને વધુ કરડી શકે છે.

2. લોહી નો પ્રકાર

ઘણા અભ્યાસો કહે છે કે મચ્છર વધુ બ્લડ ગ્રુપ O  વાળા ને કરડે છે. મચ્છરો મોટાભાગે આ બ્લડ ગ્રુપ(blood group) તરફ આકર્ષાતા જોવા મળ્યા છે. તે જ સમયે, મેટાબોલિક રેટ પણ મચ્છરની પસંદગીને અસર કરે છે. સગર્ભા સ્ત્રીઓ અને મેદસ્વી લોકોમાં મેટાબોલિક રેટ વધુ હોય છે, જેના કારણે મચ્છર તેમને વધુ કરડે છે.

3. ગેસ

કાર્બન ડાયોક્સાઇડ એ ગેસ(gas) છે જેને મચ્છર ઓળખે છે. આ સાથે મચ્છર 5 થી 15 મીટર દૂરથી પણ પોતાનું લક્ષ્ય ઓળખી લે છે. લોકો જેટલા લાંબા સમય સુધી શ્વાસ લે છે, એટલે કે, તેઓ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, વધુ મચ્છર તેમના તરફ આકર્ષાય છે.

4. ત્વચા

ત્વચા પર હાજર બેક્ટેરિયા(bacteria) મચ્છરો માટે આમંત્રણ છે. ઘણા સંશોધનો કહે છે કે વ્યક્તિના શરીર પર જેટલા વધુ બેક્ટેરિયા હશે તેટલા વધુ મચ્છર તમારી પાસે આવશે. આ કારણે, મચ્છર મોટે ભાગે પગમાં કરડે છે કારણ કે ત્યાં બેક્ટેરિયા વધુ જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : વજન ઘટાડવાના મિશનમાં આ ફૂડ્સને વિલન ન સમજો- ક્યારેક ખાવાથી તમારું વજન નહીં વધે

નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version