ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
ભારતને આસ્થાનો દેશ માનવામાં આવે છે. આપણા ભારત દેશમાં ઘણા મંદિરો સ્થાપિત છે. જે તેની વિશેષતા માટે જાણીતા છે. ત્યારે એક મંદિરમાં જ્યાં કોઈ ભગવાનની નહીં, પરંતુ કૂતરાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. એટલું જ નહીં મંદિરમાં કૂતરાની પૂજા પણ કરવામાં આવે છે અને આ જગ્યાને કુકુરદેશ તરીકે ઓળખાય છે.
આ મંદિર છત્તીસગઢના રાયપુરથી લગભગ ૧૩૨ કિલોમીટર દૂર દુર્ગ જિલ્લાના ખાપરી ગામમાં આવેલું છે. આ મંદિરના ગર્ભગૃહમાં કૂતરાની પ્રતિમા સ્થાપિત છે. અહીં કુતરાના મંદિર ઉપરાંત એક શિવલિંગ પણ છે. શ્રાવણ મહિનામાં આ મંદિરની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. શિવની સાથે લોકો કુકુરદેવની પણ એવી જ રીતે પૂજા કરે છે જે રીતે શિવ મંદિરોમાં નંદીની પૂજા કરવામાં આવે છે. તે ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ફેલાયેલો આ મંદિરના પ્રવેશદ્વાર પર બે કૂતરાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી સરકારમાં હલચલ તેજ, એનસીપી સુપ્રીમો શરદ પવારે બોલાવી ઈમરજન્સી બેઠક, આ મુદ્દા પર થશે ચર્ચા
એવું માનવામાં આવે છે કે કુકુરદેવના દર્શન કરનારને ક્યારેય કૂતરું કરડતું નથી.આ મંદિર એક વિશ્વાસુ કૂતરાની યાદમાં બાંધવામાં આવ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા ગામમાં એક બંજારા આવ્યો હતો. આ પછી ગામમાં દુકાળ પડ્યો. તેણે બંજરેના એક શાહુકાર પાસેથી પૈસા લીધા હતા. જ્યારે તેણે પૈસા ન ચૂકવ્યા ત્યારે શાહુકારે તેનો કૂતરો છીનવી લીધો. પરંતુ થોડા દિવસો પછી શાહુકારના ઘરમાં ચોરી થઈ. ચોરોએ બધા પૈસા દાટી દીધા. સવારે કૂતરો શાહુકારને લઈને તે જગ્યાએ ગયો. જ્યારે શાહુકારે કૂતરાએ જણાવેલ જગ્યાએ ખાડો ખોદ્યો ત્યારે તેને તેનો બધો સામાન મળી ગયો. આ વાતથી શાહુકારે કુતરાને તેના માલિક પાસે જવા માટે છોડી મુક્યો, સાથે ગળામાં એક કાગળની ચીઠ્ઠી પણ મુકી જેમા સમગ્ર ઘટના ક્રમ વર્ણવામાં આવ્યો હતો, કુતરો આઝાદ થતા સીધો માલિક પાસે ગયો. પરંતુ કુતરાને જાેઈ માલિકને ગુસ્સો આવ્યો કારણ કે તેને શાહુકાર પાસે હોવુ જાેઈએ અને તે ત્યાંથી ભાગી નીકળ્યો, આમ સમજી માલિકે કુતરાને ખુબ માર્યો અને કુતરો મરી ગયો પછી તેમણે તેના ગળાની ચીઠ્ઠી વાંચી ત્યારે ખૂબ પસ્તાવો થયો થયો, બાદમાં માલિકે કુતરાની યાદમાં તે મંદિરમાં તેની સમાધી બંધાવી અને પછીથી ત્યાં મંદિર પણ બન્યું.
