ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
8 એપ્રિલ 2021
ગુરૂવાર
લોકોના નિયમનું પાલન કરે તે માટે સરકાર તેમજ અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ભરપૂર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરંતુ અનેક લોકો એવા છે જે સરકારી નિયમો પાલન નથી રહ્યા. આવા સમયે સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના સરપંચે એક વિચિત્ર નિર્ણય લીધો છે.
અત્યારે દરેક ઘરની બહાર ઢોલ નગારા વગાડીને કોરોના વિશે જાણકારી આપવામાં આવી રહી છે. હવે આવનાર દિવસ દરમિયાન જે કોઈ કોરોના નિયમનું પાલન નહીં કરે તેના ઘરે ગધેડા મોકલવામાં આવશે. જેથી તે વ્યક્તિને પોતાની ભૂલનું ભાન થાય.
કોરોનાને કારણે ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ, લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે. જુઓ ફોટા અને વિડિયો.
આમ ગામમાં દેશી પદ્ધતિથી લોકોની શાન ઠેકાણે લાવવાનો ચાલુ છે.