Site icon

બ્યૂટી ટિપ્સ- ચોમાસા ની ઋતુ માં ત્વચા ની ટેનિંગ દૂર કરવા અજમાવી જુઓ આ ટિપ્સ-ત્વચા બનશે ગ્લોઈંગ 

 News Continuous Bureau | Mumbai

ચોમાસું એક એવી ઋતુ છે જેમાં સૂર્યના કિરણો બહુ પ્રબળ હોતા નથી અને તેથી આ ઋતુમાં મોટાભાગના લોકો સનસ્ક્રીન લગાવતા નથી. આવી સ્થિતિમાં, મોટાભાગના લોકોને ત્વચામાં ટેનિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે ત્વચા ખૂબ જ નિસ્તેજ દેખાય છે. આટલું જ નહીં હવામાનમાં ફેરફારની અસર ત્વચા પર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે ત્વચાની ટેનિંગને દૂર કરવા અને તેને ફરી એક વાર ગ્લોઇંગ બનાવવા માંગો છો, તો આવી સ્થિતિમાં તમે કેટલાક સરળ ઉપાયો અપનાવી શકો છો

Join Our WhatsApp Community

દાળ નો કરો ઉપયોગ 

દાળ માત્ર સ્વાસ્થ્ય માટે સારી નથી માનવામાં આવતી, પરંતુ તે ત્વચાને પણ લાભ આપે છે. આ માટે તમે થોડી મસૂર ની દાળ લો અને તેને કાચા દૂધમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે સવારે પલાળેલી દાળને હળદર સાથે પીસીને પેસ્ટ બનાવી લો. હવે તમારી ત્વચાને સાફ કરો અને તમારી ત્વચા પર પેસ્ટ લગાવો. થોડીવાર આ રીતે રહેવા દો. છેલ્લે, ચહેરો ધોઈ લો.

ચણાનો લોટ અને દહીંનો ઉપયોગ કરો

ત્વચા માટે ચણાનો લોટ અને દહીંનો ઉપયોગ કરવો ખૂબ જ સારો માનવામાં આવે છે. જ્યાં ચણાનો લોટ ત્વચાના ટોનને હળવો કરવામાં મદદ કરે છે. સાથે જ દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચાને કોમળ બનાવે છે. ત્વચાને ડિટોક્સ કરવા માટે તમે ચણાનો લોટ, દહીં અને હળદરની પેસ્ટ બનાવી શકો છો. તમારા ચહેરાને સાફ કર્યા પછી, આ પેસ્ટને ત્વચા પર લગાવો અને તેને 15 મિનિટ સુધી સૂકાવા દો. આ પછી, જ્યારે તમે ધોતા હો ત્યારે તેને હળવા હાથથી સ્ક્રબ કરો.

ફળોનો ઉપયોગ કરો 

જો તમે તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવવા માંગો છો, તો તેના પર ફળો નો  ઉપયોગથી કરો. ત્વચાને નિખારવા માટે પાકેલા પપૈયા, તરબૂચ, બટેટા, ટામેટા અને કાકડીના ટુકડા લઈને જેલી જેવી પેસ્ટ બનાવો. પેસ્ટને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. હવે આ પેસ્ટને ત્વચા પર લગાવો અને જ્યાં સુધી તે ત્વચામાં શોષાઈ ન જાય ત્યાં સુધી તેને ઘસતા રહો. ત્યાર બાદ ચહેરો સાફ કરી લો.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version