Site icon

સ્વાસ્થ્ય જાણકારી: જો તમે વજન વધારવા માંગતા હોવ તો આ રીતે કરો બટાકા ને તમારા આહાર માં સામેલ, ઝડપથી વધશે વજન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 07 માર્ચ  2022          

Join Our WhatsApp Community

સોમવાર

બટાકા એક એવું શાક છે જેનાથી આપણને ક્યારેય કંટાળો નથી આવતો. મોટાભાગના ભારતીય ઘરોમાં બટાકાનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. બટાકામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. શાકાહારી અને માંસાહારી લોકો બટાકાની વાનગીઓ ખાવાનું પસંદ કરે છે. બટાકાના ઘણા પ્રકારો છે જેમ કે લાલ બટાકા, રસેટ બટાકા, પીળા બટાકા, જાંબલી બટાકા વગેરે.પરંતુ શું તમે જાણો છો કે બટાકા  માત્ર સ્વાદમાં જ નહિ, પરંતુ તે સ્વાસ્થ્યમાં પણ બેજોડ છે. બટાકાના સેવનથી વજન વધારી શકાય છે. જો તમે પાતળા છો અને વજન વધારવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે તમારા આહારમાં બટાકાનો સમાવેશ કરીને વજન વધારી શકો છો. બટાકાની અંદર ઘણા સ્વાસ્થ્ય લાભો છે. કારણ કે બટાકામાં ફાઈબર, ઝિંક, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય બટાકામાં કેરોટીનોઈડ્સ, ફ્લેવોનોઈડ્સ અને ફિનોલિક એસિડ જેવા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે.

વજન વધારવા માટે આ રીતે ખાઓ બટાકા-

1. બાફેલા બટેટા-

જો તમારે વજન વધારવું હોય તો બાફેલા બટાકાનું સેવન સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ બાફેલા બટાકામાં કાળું મીઠું નાખી ને ખાવાથી  વજન વધારી શકાય છે.

2. બટાકા નું શાક-

બટાકાનું શાક લગભગ દરેક ઘરમાં બને છે અને સૌથી સારી વાત એ છે કે બાળકો અને પુખ્ત વયના લોકો તેને ખાવાનું પસંદ કરે છે. બટાકાના શાકને ડાયટમાં સામેલ કરીને તમે વજન વધારી શકો છો.

3. બટાકાની ખીર-

જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો અને વજન પણ વધારવા માંગો છો તો તમે બટાકા માંથી બનેલા હલવાનું સેવન કરી શકો છો. તે માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.

સ્વાસ્થ્ય જાણકારી: સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ને દૂર કરવા તમારા રોજિંદા આહાર માં સામેલ કરો અળસી , મળશે આ અદ્ભુત ફાયદા

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version