Site icon

એલન મસ્ક ની જાહેરાત, વાનરોમાં સફળ પરીક્ષણ બાદ માણસોમાં પણ બ્રેન ચિપ લગાવાશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર

હવે માણસો પર પરીક્ષણ શરૂ કરવા આપણે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની મંજૂરીની રાહ છે. આ મંજૂરી મળતા જ સૌથી પહેલા ટેટ્રાપ્લાઝિક ક્વાડ્રિપ્લેજિક્સ જેવા કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજા ધરાવતા લોકો આ ચિપ મેળવી શકશે. હકીકતમાં ન્યૂરાલિંકે એવું ન્યૂરલ ઈમ્પ્લાન્ટ વિકસિત કર્યું છે, જે કોઈ બહારના હાર્ડવેર વિના મગજની અંદર ચાલતી ગતિવિધિને વાયરલેસથી પ્રસારિત કરી શકે છે. મસ્કે કહ્યું છે કે, મને લાગે છે કે, અમારી પાસે એવા વ્યક્તિઓને તાકાત આપવાની તક છે, જે ચાલી નથી શકતા કે પછી પોતાના હાથથી કામ નથી કરી શકતા. ૯ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ન્યૂરાલિંકે એક વાનરમાં પોતાની બ્રેઈન ચિપ લગાવી હતી. તેના વાનર પોતાના મગજનો ઉપયોગ કરીને આરામથી પોંગ નામની એક વીડિયો ગેમ રમી શક્યો.ા્‌ તેના મગજમાં લાગેલા આ ડિવાઈસે રમતી વખતે ન્યૂરોન્સ ફાયરિંગની માહિતી આપી, જેનાથી તે શીખી શક્યો કે રમતમાં કેવી રીતે ચાલ ચાલવાની છે? મસ્કે કહ્યું કે, ચિપ લગાવ્યા છતાં વાનર સામાન્ય લાગતો હતો અને ટેલિપથિક રીતે એક વીડિયો ગેમ રમતો હતો.બ્રેન ઈન્ટરફેસ ટેક્નોલોજી કંપની ન્યૂરાલિન્કના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની ૨૦૨૨માં પોતાની બ્રેન ચિપ માણસોમાં પરીક્ષણ શરૂ કરશે. વૉલ સ્ટ્રીટ જર્નલની ‘સીઈઓ કાઉન્સિલ સમિટ’માં તેમણે આ જાહેરાત કરી. મસ્કે કહ્યું કે, વાનરો પર ચિપનું પરીક્ષણ સફળ રહ્યું છે અને તે સંપૂર્ણ સુરક્ષિત છે.

ગુસ્તાખી માફ નહીં થાય : ચીનમાં ૧૨૭ પત્રકારોને કેદ કરવામાં આવ્યાનો રિપોર્ટ
 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version