કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા હવે નવી સર્વિસની શરૂઆત કરવામાં આવી છે.
હવે પીએફ ખાતાધારક Whatsapp હેલ્પલાઇન સેવા દ્વારા ખાતા અંગેની તમામ માહિતી અને ખાતામાં થયેલી કોઇ સમસ્યાનું નિરાકરણ મળશે.
EPFO ની તમામ 138 ક્ષેત્રીય ઓફિસમાં whatsapp હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે. કોઇપણ મેમ્બર Whatsapp મેસેજ દ્રારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
EPFO ની બીજી વિધાઓમાં EPFIGMS પોર્ટલ (ઓનલાઇન ફરિયાદ સમાધાન પોર્ટલ) CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક અને ટ્વિટર) અને 24 કલાક કામ કાર્યરત કોલ સેન્ટરનો પણ સમાવેશ થાય છે.