Site icon

આજે પણ ગાંધી પરિવારમાંથી કોઈને પણ આ મંદિરમાં પ્રવેશ મળતો નથી; જાણો એ મંદિર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

રવિવાર 

ભલે ભારત લોકશાહીને અનુસરતો દેશ છે, પણ અહીંનો મૂળ ધર્મ હિન્દુ છે અને આ સનાતન ધર્મના નિયમો આજે પણ અનુસરવામાં આવે છે. જેમ વિશ્વના દરેક દેશમાં એક ધર્મ મુખ્ય ધર્મ તરીકે અનુસરવામાં આવે છે. અને એ મુજબ અમુક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, એ જ રીતે ભારતમાં પણ એનું પાલન કરવામાં આવે છે.

જોકે મોટા ભાગનાં હિન્દુ મંદિરો દર્શન માટે તમામ ધર્મના લોકો માટે ખુલ્લાં છે. કેટલાંક સ્થળોએ હિન્દુ સિવાય કોઈને પણ પ્રવેશવાની મંજૂરી નથી અને માત્ર શંકરાચાર્યને આ સંદર્ભમાં નિયમો બદલવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

માત્ર હિન્દુ જ નહીં, પરંતુ વિશ્વભરમાંથી લાખો પ્રવાસીઓ આ મંદિરની મુલાકાત લેવા આવે છે. આ મંદિરનું માત્ર ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ એનું સ્થાપત્ય સમગ્ર વિશ્વમાં અચરજનો વિષય છે. આ મંદિરના સ્થાપત્યની વિશ્વભરમાં પ્રશંસા થાય છે.

LJPમાં કાકા-ભત્રીજાની લડાઈ એક ઝાટકે ખતમ દીધી ચૂંટણી પંચે, કરી આ મોટી કાર્યવાહી; જાણો વિગતે 

પરંતુ જો તમે દર્શન માટે આવા સુંદર અને પવિત્ર મંદિરમાં પ્રવેશવા માગતા હો તો તમારે હિંદુ હોવું આવશ્યક છે. અન્ય ઘણા નિયમોની સાથે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને આમ કરતી વખતે સમાજમાં તમારી છબી અને હોદ્દાને ધ્યાનમાં લેવામાં આવતી નથી.

તમે ભલે ગમે તેટલા ધનિક કે ઉચ્ચ હોદ્દાના હો, આ મંદિરમાં પ્રવેશ કરવો અશક્ય છે. અહીં એક નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ નિયમ બાદ ભારતના રાષ્ટ્રપતિ કોવિંદને પણ પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. અલબત્ત, આ પહેલો કિસ્સો નથી.

જે પરિવારની ભારતમાં વ્યાપક હાજરી છે, જે એક અઘોષિત પ્રથમ કુટુંબ છે, જે કુટુંબનું છેલ્લું નામ સ્વતંત્ર ભારતના નામ સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું છે, તેના પ્રવેશને પણ આ મંદિરમાં નકારવામાં આવે છે, કારણ કે તેઓ હિન્દુ નથી. આ પરિવાર છે, ગાંધી પરિવાર.

જોકે ગાંધી અટક હિન્દુ છે, ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઇન્દિરા ગાંધીની મૂળ અટક ગાંધી નથી. પારસી ધર્મના ફિરોઝ સાથે લગ્ન કરીને ઇન્દિરાજી પારસી બન્યાં હતાં.

1984માં તેમને મંદિરમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી. અજીબ વાત એ છે કે પારસી ધર્મ કે જેમાં તે લગ્ન પછી ગયાં હતાં, તે પણ તેના નિયમોના ચુસ્ત પાલનકર્તા તરીકે ઓળખાય છે.

વાસ્તુશાસ્ત્ર : ઘરમાં ફોટા લગાડવાના શોખીન છો? આ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો દુઃખી થશો

મંદિરોમાં ગાંધી પરિવારને પ્રવેશ પર પ્રતિબંધ

જગન્નાથ એકમાત્ર મંદિર નથી જ્યાં ગાંધી પરિવારના સભ્યોને પ્રવેશ આપવાની મનાઈ કરવામાં આવી છે. 1984ના અંતમાં રાજીવ ગાંધી અને તેમની પત્ની સોનિયાને કાઠમંડુમાં પશુપતિનાથનાં દર્શન કરતી વખતે મંદિરમાં પ્રવેશતાં રોકવામાં આવ્યાં હતાં.

સોનિયાને ખ્રિસ્તી અને ઇટાલિયન હોવાના આધારે પ્રવેશ આપવાની ના પાડી દેવામાં આવી હતી. યોગાનુયોગ તરત જ ભારતે નેપાળ પર આર્થિક નાકાબંધી લાદી દીધી. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આનો મંદિરના પ્રવેશ સાથે કોઈ સંબંધ નથી.

બાદમાં 1998માં જ્યારે સોનિયા ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યું, ત્યારે તેમણે તિરુપતિમાં એક મંદિરની મુલાકાત લીધી અને મુલાકાતી પુસ્તક પર સહી કરવાનું કહેવામાં આવ્યું. આમાં તમે હિન્દુ છો કે નહીં એની નોંધણી કરાવવી જરૂરી હતી. એમાં સોનિયા જણાવે છે કે, “હું મારા પરિવારના સિદ્ધાંતોનું પાલન કરું છું. એ સમયે કૉન્ગ્રેસના સુબ્બીરામી રેડ્ડી તિરુપતિ બોર્ડના તત્કાલીન વડા હતા, એથી તેમણે સોનિયાના પ્રવેશને સરળ બનાવ્યો.

વિશ્વવિખ્યાત ઇસ્કોન ચળવળના સ્થાપક ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, 1977માં પુરીની મુલાકાતે આવ્યા હતા અને તેમના ભક્તોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી. સ્વિટ્ઝર્લેન્ડની એલિઝાબેથ ઝિગલર કે જેમણે 1.78 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા, પરંતુ તેઓ હિન્દુ ન હોવાને કારણે તેમના પ્રવેશને નકારવામાં આવ્યો હતો.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version