Site icon

જલ્દી કરો- જૂન મહિનાની આ તારીખ સુધીમાં તમારા પાનને આધાર સાથે લિંક કરી લેજો- નહીં તો ભરવો પડશે ભારે દંડ

 News Continuous Bureau | Mumbai 

શું તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન કાર્ડને આધાર સાથે લિંક(Paan card link to Aadhar card) કર્યું છે? જાે ન કર્યું હોય તો તરત કરી દો. દંડ ભરીને લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૨ નક્કી કરવામાં આવી હતી. જાેકે, ત્યારબાદ તેને દંડ સાથે ૩૦ જૂન, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી હતી. હવે ૩૦ જૂનની છેલ્લી તારીખ પણ આ મહિને પૂરી થશે. 

Join Our WhatsApp Community

૩૧ માર્ચ બાદ ૫૦૦ રૂપિયાની લેટ ફી(fee) લગાવવામાં આવી હતી. હવે જાે તમે ૩૦ જૂને પાન અને આધાર લિંક નહીં કરો તો દંડ(double penalty) બમણો થઈ જશે અને તમારે ૧૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. ટેક્સ ડિપાર્ટમેન્ટ(Tax department)ના જણાવ્યા અનુસાર, ૩૦ જૂન પહેલા પાન સાથે પોતાના આધારને લિંક કરનારા ટેક્સપેયર્સ(Tax payers) પર ૫૦૦ રૂપિયા લેટ ફી લાગશે. જાે કે, આ લિંકિંગ ૧ જુલાઇએ અથવા તે પછી કરવામાં આવે છે, તો કરદાતાઓએ લેટ ફી તરીકે ૧,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે.

આ સમાચાર પણ વાંચો : દુનિયાભરમાં વાગ્યો ડંકો- મહાન ખેલાડી વિશ્વનાથ આનંદે આ નંબર 1 ખેલાડીને હરાવ્યા- ટોચ પર રહ્યું ભારત

ટેક્સ ડિપાર્ટમેન્ટ(Tax department)ના જણાવ્યા અનુસાર, આ ફીનું પેમેન્ટ ચલણ નં. આઇટીએનએસ ૨૮૦ દ્વારા કરી શકાય છે, જેમાં મેજર હેડ ૦૦૨૧ અને માઇનોર હેડ ૫૦૦ છે. જાે કરદાતાઓ ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં તેમની આધાર વિગતો અને તેમના પાન નંબરને લિંક નહીં કરે તો તેમનું પાન નિષ્ક્રિય થઈ જશે. જેના કારણે પાન કાર્ડ ફરજિયાત હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ્‌સમાં રોકાણ કરવા જેવા નાણાંકીય વ્યવહારો કરવામાં કરદાતાઓ અસમર્થ રહેશે. આ ઉપરાંત તેમને કલમ ૨૭૨બી હેઠળ વધુ ટીડીએસ અને દંડ પણ ફટકારવામાં આવશે.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version