Site icon

ન્યાયિક ઇતિહાસમાં પ્રથમ ઘટના.. રેપનો ખોટો કેસ દાખલ કરનાર મહિલા પર હવે આજીવન કારાવાસનો મુકદમો ચાલશે… જાણો ચોંકાવનારી ઘટના…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

01જાન્યુઆરી 2021 

એક મહિલાને પોતાના પર બળાત્કાર થયાની ખોટી પોલીસ ફરિયાદ કરવી ભારે પડી છે. દિલ્હી કોર્ટે પોલીસ ફરિયાદ નોંધાવનાર એ મહિલા સામે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો છે.  બળાત્કારના કાયદાનો દુરૂપયોગ કરવા બદલ હવે વિશેષ અદાલત કાર્યવાહી કરશે. 

અદાલતે અવલોકનમાં જાણ્યું કે "ફરિયાદી દ્વારા થયેલા આ કેસમાં રેકોર્ડ પરના પુરાવાને ધ્યાનમાં રાખીને આરોપી ને નિર્દોષ છોડ્યો છે. અને જણાવ્યું કે આરોપી ખુદ ખોટા કેસનો ભોગ બન્યો છે. 

તેથી, કોર્ટના અભિપ્રાય મુજબ, મહિલા વળતરની હકદાર નથી થતી. અદાલતે જણાવ્યું હતું કે, "ફરિયાદી પક્ષે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો છે અને જાણી જોઈને ખોટા કેસ દાખલ કર્યા છે, તેથી તેણી સામે આઈપીસીની કલમ 182 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે." 

2014 માં, મહિલાએ તેના પડોશમાં રહેતો અને ભાઈના મિત્ર વિરુદ્ધ એક કેસ નોંધાવ્યો હતો. તેના કહેવા મુજબ, તેણી અને તેના મિત્ર બંને હંમેશાં એક બીજાના ઘરોની મુલાકાત લેતા હતા. આ ઘટના કથિત જાન્યુઆરી, 2013 માં બની હતી જ્યારે મહિલા ઘરે એકલી હતી, તેણે કહ્યું કે તે શખ્સ તેના ઘરે આવ્યો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને આ બનાવનો MMS બનાવ્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે યુવક તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. 

પરંતું તપાસમાં જાણવા મળ્યું કે યુવતી લગ્ન પહેલા આરોપી યુવકને ઓળખતી હતી અને તેણે તેની સાથે સર્વસંમતિથી સેક્સ કર્યું હતું. પરંતુ આ ઘટનાની જાણ તેના પતિને થઈ જતાં મહિલાએ પોતાને બચાવવા માટે યુવક વિરુદ્ધ ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હતી..

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version