Site icon News Continuous Bureau | Mumbai

માનવતા મહેકી ઉઠી : સુરતના આ પરિવારેે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદોના પરિવારને ૨૫-૨૫ હજારનું દાન કર્યું.. જાણો વિગતે 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર. 

સુરતના વેડરોડ ડભોલીમાં કે.કે ફાર્મમાં રાબડીયા પરિવારે તામિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનના પરિવારજનો માટે જય જવાન નાગરિક સમિતિને ૨૫ હજાર, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળને શૈક્ષણિક હેતુ માટે ૨૫ હજાર અને ખૂબ જ નજીવા દરે આરોગ્ય સેવા પૂરી પાડતી ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલને ૩૦ બહેનોની પ્રસુતિ માટે ૫૧ હજારનું દાન કરી નવો ચીલો ચાતર્યો છે.  સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૨૦૨૧ના વર્ષને પરિવાર બચત વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે પોતાના જ પરિવારમાં આવી રહેલી નવવધુને પાકતી મુદતે ૨૫ લાખ મળે તેવી એફડી કરી નવી રાહ ચીંધી છે.ર્ નવદંપતિ જીવનમાં ઉન્નતિ કરે તે માટે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ઉપપ્રમુખ સવજી વેકરીયા, જય જવાન નાગરિક સમિતિમાંથી પૂર્વ સ્ન્છ પ્રફુલ્લ પાનસેરીયા, મુકેશ ચોવટીયા, વરાછા બેંકના ચેરમેન ભવન નવાપરા,સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળના પ્રમુખ ડો.સી.એમ. વાઘાણી, ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી પી વાનાણી, ધનજી ઝડફિયાએ વર-કન્યાને વેદ સંહિતા ભેટ કરી હતીલગ્નમાં શ્રીમંતો કરોડોનો ખર્ચ કરી રહ્યા છે ત્યારે મોટા વરાછા રીવરવ્યુ હાઈટસમાં રહેતા રાબડીયા પરિવારના રમેશભાઈના દિકરા જીલના લગ્નમાં રાષ્ટ્રીય સેવા, શૈક્ષણિક સેવા અને આરોગ્ય સેવા માટે દાન કરી સમાજને ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું છે. 

વાહ શું વાત છે. ભુજના સુખપરમાં ગાયના ગોબરમાંથી વૈદિક લગ્ન ચોરી બનાવવામાં આવી

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version