Site icon

 અરરર…. વારંવાર વિદેશ અભ્યાસ કરવા માટે મુકેલ વિઝા રિજેક્ટ થતા ખેડૂત પુત્રએ એસીડ પીને જીવન ટુકાવ્યું  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શનિવાર 

વિદેશ અભ્યાસ કરવા માટે વારંવાર વિઝા એપ્લીકેશન રિજેક્ટ થયા બાદ કોરોનાના કારણે દેસમાં લોકડાઉન આવી જતા માનસિક તણાવમાં આવીને ખેડૂતના એકના એક પુત્રએ એસિડ પી આપઘાત કરી લીધો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતક વિદ્યાર્થીને ન્યૂઝિલેન્ડમાં રહેતી ફોઈએ સ્પોન્સરશીપ પણ આપી હોવા છતાં ત્રણ વાર વિઝા રિજેક્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. સનીના પરિવારે જણાવ્યું હતું કે, ઘટના ૨૨ નવેમ્બરના રોજ બની હતી. ઘરમાં જ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલા વિદ્યાર્થી (ઉ.વ. ૨૧)ને તાત્કાલિક નજીકની હોસ્પિટલ બાદ સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં લગભગ ૧૦ દિવસ સુધી મોત સામે લડી રહેલા દીકરાએ હાર માની જીવ છોડ્યો હતો. વિદ્યાર્થી ધોરણ-૧૨ સાયન્સમાં પાસ થયા બાદ વિદેશમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરી કેરિયર બનાવવા માગતો હતો. ખેડૂત પિતાના એકના એક દીકરા(વિદ્યાર્થી)ને ન્યૂઝિલેન્ડમાં રહેતી ફોઈએ અભ્યાસ માટે સ્પોન્સરશિપ આપી હતી. વિદ્યાર્થીએ એ સ્પોન્સરશીપ સાથે ન્યૂઝિલેન્ડ એમ્બેસીમાં સ્ટુડન્ટ વિઝા માટે એપલાય કર્યું હતું. એકવાર નહિ ત્રણ-ત્રણ વાર વિદ્યાર્થીના વિઝા રિજેક્ટ કરવામાં આવ્યા હતા. ક્યારેક બેન્ક બેલેન્સ, તો ક્યારેક ફાઇલ તો ક્યારેક કોઈ પણ કારણ વગર એટલે વિદ્યાર્થી માનસિક તણાવમાં આવી ગયો હતો.વારંવાર વિઝા રદ્દ થયા બાદ લોકડાઉન આવું જેમાં વિદ્યાર્થી ફરી હતાશ થઈ ગયો હતો. આગળ અભ્યાસના તમામ સ્વપ્ન વિખેરાતા હોય એમ કહી માનસિક તણાવમાં રહેતો હતો. આવા સંજાેગોમાં ૨૨મી નવેમ્બરે વિદ્યાર્થીએ આપઘાતના ઇરાદે ઝેરી દવા પી લીધી હતી. હું તો એટલું જ કહીશ વારંવાર પ્રયાસ કરતા વિદ્યાર્થીઓને જ સફળતા મળે છે બસ હિંમત હારવી ન જાેઈએ તેમ પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું

 

2021માં યાહૂ સર્ચ એન્જિનમાં પીએમ મોદીને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા, રાહુલ ગાંધીથી આગળ નીકળી ગયા મમતા દીદી; જુઓ લિસ્ટ

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version