Site icon

ફોર વ્હીલર ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર: આવતીકાલથી આ પ્રકારના વાહનોના રજિસ્ટ્રેશન પર લાગશે રોક, જાણો RTO ના નવા નિયમો…

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

24 ડિસેમ્બર 2020 

ટોલ પ્લાઝાના નિયમો 1 જાન્યુઆરીથી બદલાવા જઈ રહ્યા છે. નવા વર્ષની શરૂઆત સાથે, ટોલ પ્લાઝા પર થી પસાર થતા ફોર વ્હીલર્સ પર ફાસ્ટેગ હોવું જરૂરી છે. આવી સ્થિતિમાં 25 ડિસેમ્બરથી ફાસ્ટેગ વિના વાહનોના રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સંદર્ભે આરટીઓએ ખાસ નિયમો જાહેર કર્યા છે.

આરટીઓ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર દરેક ફોર વ્હીલરમાં ફાસ્ટેગ અનિવાર્ય રહેશે. આ સાથે ચેકિંગ ટીમ વાહનને ફાસ્ટેગ લગાવવા માટે ચેતવણી પણ આપશે. આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ લખનઉ આરટીઓ કચેરીમાં ફોર વ્હીલર રજિસ્ટર વાહનોની સંખ્યા 6 લાખથી વધુ છે. એવામાં સવા લાખ વાહનો ચલણમાં નથી. તો દોઢ લાખ વ્યાવસાયિક વાહનો છે અને 3 લાખથી વધારે ખાનગી વાહનોનું રજિસ્ટ્રેશન છે. તેમાંથી માત્ર 25 ટકા વાહનોમાં ફાસ્ટેગ લાગેલા છે.

 

જો તમે  નેશનલ હાઈ વે પર મુસાફરી કરો છો અને જો તમારા વાહન પર ફાસ્ટેગ લગાવેલું નથી, તો તમને ટોલ ટેક્સમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.  નવા નિયમ અનસાર જો વાહન ચાલક 24 કલાકમાં પરત આવી રહ્યા છે તો ફાસ્ટેગ વાહન પર ટોલ ટેક્સમાં 50 ટકા છૂટ મળશે. એટલે કે એક વખતનો ટોલ ટેક્સ માફ કરાશે અને ફક્ત એક બાજુ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

એનએચએઆઈના પ્રોજેક્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, વાહન માલિકોને ફાસ્ટેગ સિસ્ટમ તરફ આકર્ષિત કરવા માટે રખાઈ છે. તેની પાછળ ડિજિટલ કેશલેસ સિસ્ટમને પણ લાગૂ કરવાની વિચારણા છે. નોંધનીય છે કે 1 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે તમામ વાહનો પર ફાસ્ટેગ અનિવાર્ય કર્યું છે. આગળ તેમણે જણાવ્યું હતું કે વાહન માલિક www.fastag.org પર ઓનલાઇન અરજી કરી શકે છે. 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version