ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર
નૈઋત્યના મોસમી પવનોને કારણે કેટલાક દિવસ દરમિયાન અરબી સમુદ્રમાં એક વાવાઝોડું પેદા થયું હતું. ઓછા દબાણને કારણે તેમજ નૃત્ય થી આવતા પવનને કારણે આ વાવાઝોડું સક્રિય થયું હતું અને વધુ બળવત્તર બન્યું હતું. મોસમ વિભાગે એવી શક્યતા જાહેર કરી હતી કે ભારતના પશ્ચિમી કાંઠા પર આ વાવાઝોડું ત્રાટકશે. જોકે હાલ ચિંતા ટળી ગઇ હોય તેમ લાગે છે. આ ચક્રવાત હવે ઓમાન તરફ જઈ રહ્યું છે. જોકે તેમ છતાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમી સમુદ્રી તટ પર જોરદાર વરસાદ પડી શકે છે.
