Site icon News Continuous Bureau | Mumbai

તબીબી જગતમાં ચમત્કાર સર્જાયો-એક સાથે 18 દર્દીઓ કેન્સર મુક્ત થયા-શું કેન્સરનો ઈલાજ મળી ગયો

 News Continuous Bureau | Mumbai

એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના(International News Organization) રિપોર્ટ મુજબ વિદેશ(Foreign) માં ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલ ના(Clinical trials) આશ્ચર્યજનક અને સુખદ પરિણામ આવ્યા છે. મળતી માહિતી મુજબ એક નાના ક્લિનિકલ ટ્રાયલમાં કુલ ૧૮ દર્દીઓને છ મહિના સુધી મળાશય ના કેન્સર(Cancer) માટે દવા આપવામાં આવી હતી. દવાનો કોર્સ(Course of medicine) પત્યા બાદ તમામ દર્દીઓની  વૈદકીય તપાસ(Medical examination) કરાતા તેઓ સંપૂર્ણ રીતે સાજા થયા હોવાનું બહાર આવ્યું છે. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા છે તેમજ તબીબી જગતમાં ઉત્સાહનું વાતાવરણ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દર્દીઓને ‘Dostarlimab’ નામનું ડ્રગ આપવામાં આવ્યું હતું. આ ડ્રગ માનવ શરીરમાં એન્ટીબોડી તરીકે કામ કરે છે. દવા આપ્યા બાદ શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં દરેક દર્દીઓનું કેન્સર સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આ સંદર્ભે ન્યૂયોર્કના(New York) ડોક્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે માનવ જગતના ઈતિહાસમાં આવું પ્રથમ વખત થયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ચોમાસુ આગળ વધતું અટક્યું -શું આ વર્ષે 3૮ ટકા વરસાદ ઓછો પડશે- વૈજ્ઞાનિકની ચેતવણીથી ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે હાલ કેન્સરને રોકવા માટે કિમોથેરાપી(Chemotherapy), રેડિયેશન થેરપી(Radiation therapy) તેમજ ઇનવેસીવ સર્જરી(Invasive surgery)  કરવામાં આવે છે. હવે આવનાર દિવસમાં આ ટ્રાયલ અલગ પ્રકારે આગળ ધપાવવામાં આવશે. જો તમામ તબક્કે ટ્રાયલ સફળ રહ્યું તો માનવ જગતમાંથી  કેન્સર ખતમ થઇ જશે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version