Site icon

પાંચ એવા ઝાડ જે બનાવે છે સૌથી વધારે ઓકસીજન. આવો જાણીએ એના વિશેની વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 23 એપ્રિલ 2021.
શુક્રવાર.
   દેશમાં કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને કારણે હોસ્પિટલમાં આઈસીયુ બેડ ઇન્જેક્શન તેમજ ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. દેશના ઘણા રાજ્યોમાં ઓક્સિજનની કટોકટી સર્જાઈ રહી છે, ત્યારે આવો જાણીએ કે કુદરતી રીતે  ઓક્સિજન આપણે કેવી રીતે મેળવી શકીએ. ગઈ કાલે   આપણે વાત કરી  ખોરાકમાંથી મળતા ઓક્સિજનની. આજે આપણે વાત કરીશું એવા પાંચ ઝાડ કે જે કુદરતી રીતે સૌથી વધારે ઓકસીજન બનાવે છે.


  હાલમાં પ્રદુષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને અવગણવા માટે દરેક વ્યક્તિ વિવિધ પગલાં લઇ રહ્યા છે.  આપણે ઝાડ દ્વારા ઉત્પન્ન થતા ઓક્સિજનના કારણે જીવીએ છીએ તો જાણીએ કે કયો વૃક્ષ સૌથી વધુ અને કેટલા સમય સુધી ઓક્સિજન બનાવે છે. એવા પાંચ વૃક્ષો અને છોડ વિશે જણાવીએ છે કે જેનું  આસપાસમાં વાવેતર કરવાથી સરળતાથી પ્રદૂષણથી રાહત મેળવી શકો છો. વૃક્ષો એક દિવસમાં 20 કલાકથી વધારે સમય સુધી ઓક્સિજન ઉત્પન્ન કરે છે.

Join Our WhatsApp Community

શશી થરુરે ફરી લોચો માર્યો. આ જીવતા નેતાને મૃત ઘોષિત કરી દીધાં. પછી માફી માંગી…
   પીપળો : પીપળાના ઝાડ સાથે અનેક ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે. પીપળાના ઝાડનો ફેલાવો અને ઊંચાઈ ઘણી હોય છે. એવું કહેવામાં આવે છે કે, પીપળો રાત્રે પણ ઓક્સીજન આપે છે. એ બીજા બધા ઝાડ કરતાં વધારે એટલે કે દિવસમાં ૨૨ કલાકથી વધુ સમય માટે ઓક્સીજન આપે છે. 


  દરિયાઈ છોડ: અહેવાલ અનુસાર વાતાવરણમાં હાજર 70 થી 80 ટકા જેટલો ઓક્સિજન આ છોડ દ્વારા ઉત્પન્ન થાય છે. મોટા ભાગની જમીનનો ભાગ દરિયામાં હોવાના કારણે આ છોડ પૃથ્વીને સૌથી વધુ ઓક્સિજન આપે છે. દરિયાઈ છોડ જમીનના છોડ કરતાં વધારે ઓકસીજન બનાવે છે.


   પાંદડાવાળા છોડ: ઝાડના પાંદડા ઓક્સિજન બનાવવા માટે વપરાય છે. પાંદડા એક કલાકમાં પાંચ મિલી લીટર ઓક્સિજન બનાવે છે. તેથી જે ઝાડ પર વધુ પાંદડા હોય તે સૌથી વધુ ઓક્સિજન બનાવે છે.

    વાંસનું ઝાડ: વાંસનું વૃક્ષ સૌથી ઝડપથી વિકસતું વૃક્ષ અથવા ખાસ છે. તેની વૃદ્ધિ ગતિ ખૂબ જ ઝડપી છે. વાંસના ઝાડ નો ઉપયોગ હવાને તાજી કરવા માટે પણ થાય છે. વાંસના વૃક્ષો અન્ય વૃક્ષો ની સરખામણીએ 30 ટકા વધુ ઓક્સિજન છોડે છે.
   પીપળાના ઝાડની જેમ લીમડો વડ અને તુલસીના છોડ કે ઝાડ પણ અધિક માત્રામાં ઓક્સિજન પૂરી પાડે છે. આ ઝાડ દિવસમાં 20 કલાકથી વધુ સમય સુધી ઓક્સિજન ઉત્પન્ન કરે છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version