જાણો કોણ છે હરનાઝ સંધૂ જેણે 21 વર્ષની ઉંમરે રચ્યો ઈતિહાસ, જીત્યો મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ; જુઓ તસવીરો અને જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021      

સોમવાર

ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો છે. હરનાઝ સંધુ માત્ર 21 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો  છે. હરનાઝ સંધુ પંજાબની છે. ભારતને 21 વર્ષની લાંબી રાહ બાદ આ ખિતાબ મળ્યો છે. હરનાઝ પહેલા માત્ર બે ભારતીયોએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે, એક્ટર સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં.

આ વર્ષે 12 ડિસેમ્બરના રોજ ઈઝરાયેલ ખાતે 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 75થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ ટોપ-3માં 3 દેશોની મહિલાઓએ સ્થાન મેળવ્યું જેમાં એક ભારતની હરનાઝ સંધૂ પણ સામેલ હતી. 

હરનાઝ સંધુ મૂળ ચંદીગઢ, પંજાબની છે. હરનાઝ વ્યવસાયે એક મોડેલ છે અને તે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમએ કરી રહી છે. હરનાઝને ગયા વર્ષે મિસ યુનિવર્સ મેક્સિકોનો તાજ એન્ડ્રીયા મેઝાએ પહેરાવ્યો હતો. ભારતની મિસ ઈન્ડિયા હરનાઝ કૌર સંધુની સાથે મિસ સાઉથ આફ્રિકા અને મિસ પેરાગ્વે પણ ટોપ-3માં સામેલ થઈ હતી. મિસ પેરાગ્વે ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનર અપ મિસ સાઉથ આફ્રિકા રહી હતી.અંતિમ રાઉન્ડમાં, ત્રણેય સ્પર્ધકોને પૂછવામાં આવ્યું કે તેઓ સ્પર્ધા નિહાળતી તમામ મહિલાઓને શું સલાહ આપવા માંગે છે. હરનાઝ કૌર સંધુએ આ સવાલનો સુંદર જવાબ આપ્યો અને મિસ મેક્સિકોનો તાજ મિસ ઈન્ડિયાને આપવામાં આવ્યો.  

માનવતા મહેકી ઉઠી : સુરતના આ પરિવારેે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદોના પરિવારને ૨૫-૨૫ હજારનું દાન કર્યું.. જાણો વિગતે 

આ પહેલા હરનાઝે 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી તેને મિસ યુનિવર્સનો ખિતાબ જીતવાનો શોખ હતો. 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યા બાદ હરનાઝ કૌર સંધુએ 2018માં એવરી મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. 

Exit mobile version