Site icon

ટીવી પર ખડખડાટ હસતો અને મંચ પર જોરદાર શાયરી કરતો સિદ્ધુ આ ગંભીર બિમારીઓ થી પીડાય છે. જેલ ભેગા થયા પછી ડોક્ટરે ચેકઅપ પછી આ કહ્યું…..

 News Continuous Bureau | Mumbai

34 વર્ષ જૂના કેસમાં પટિયાલા જેલમાં(Patiala Jail) બંધ પંજાબ કોંગ્રેસના(Punjab Congress) પૂર્વ અધ્યક્ષ અને ક્રિકેટર(Indian cricketer) નવજોતસિંહ સિદ્ધુએ(Navjot Singh Sidhu) કલ્પના પણ નહીં કરી હોય કે તેમની આ હાલત થશે. હીરોમાંથી ઝીરો બનવાની તેમની કહાની બહુ લાંબી નથી, પરંતુ થોડા મહિનામાં બનેલી આ ઘટના ફિલ્મની જેમ રસપ્રદ છે. તાજેતરમાં જ તેમને સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા 34 વર્ષ જુના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમણે અગાઉ તેણે સુપ્રીમ કોર્ટને રોડ રેજ કેસમાં આત્મસમર્પણ(Surrender) માટે સમય આપવાની વિનંતી કરી હતી જોકે SCમાં ચીફ જસ્ટિસે કોઈપણ કેસનો ઉલ્લેખ સાંભળવાની ના પાડી દેતા તેમણે પટિયાલા કોર્ટમાં(Patiala court) સરેન્ડર કર્યું હતું.  

Join Our WhatsApp Community

હાલ જેલમાં બંધ પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુની તબિયત બગડી ગઈ હતી. મળતી માહિતી મુજબ, તેમણે જેલનું ભોજન ખાવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ તેમની તબિયત બગડી અને તેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં(Rajindra Hospital) દાખલ કરવામાં આવ્યા અને કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

આ ટેસ્ટ રિપોર્ટમાં સામે આવ્યું કે સિદ્ધુ ફેટી લીવર તેમજ ઘઉંની એલર્જી અને અન્ય રોગોથી પીડિત છે અને તેમને ડોકટરોની સલાહ મુજબ આહાર લેવાની સલાહ આપવામાં આવી છે. હવે સિદ્ધુને જેલમાં ડોક્ટરોની સલાહ મુજબ વિશેષ આહાર આપવામાં આવશે. આમાં હળવા ભોજનનો સમાવેશ થાય છે. સિદ્ધુ ઘઉં, ખાંડ, મેડા અને અન્ય કેટલીક ખાદ્ય ચીજોનું સેવન કરી શકતા નથી. હવે તે જામુન, પપૈયા, જામફળ, ડબલ ટોન્ડ દૂધ અને એવા ખોરાક લઈ શકે છે જેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ નથી. આ સાથે ઓછી ચરબી અને ફાઈબર ફૂડ ખાવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે સિદ્ધુને વિશેષ આહાર આપવાની પણ મંજૂરી આપી છે.

આ સમાચાર પણ વાંચો : અરેરે.. દરેક ભારતવાસી વાર્ષિક 50 કિલો અનાજ એંઠુ ફેંકી દે છે. આંકડા આવ્યા સામે..

હવે સિદ્ધુને જેલમાં કાકડી, સૂપ, બીટરૂટ, જ્યુસ અને ફાઈબર ફૂડ આપવામાં આવશે. તેમજ તેમને ઘઉંની એલર્જી છે અને આવી સ્થિતિમાં તે બાજરીના લોટમાંથી બનાવેલી રોટલી ભોજનમાં લઈ શકે છે. આ સિવાય સિદ્ધુને વધુને વધુ મોસમી ફળ ખાવાની સલાહ આપવામાં આવી છે જેમાં તરબૂચ, કાકડી, સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે. આ સિવાય તે ટામેટા, લીંબુ, લીલા ચણા લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે 10 વાગે સિદ્ધુને કડક સુરક્ષા વચ્ચે મેડિકલ તપાસ(Medical examination) માટે જેલમાંથી સરકારી રાજીન્દ્રા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સિદ્ધુને બપોરે 2.30 વાગ્યા સુધી હોસ્પિટલમાં રાખ્યા બાદ વિવિધ બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, ઈસીજી, છાતીનો એક્સ-રે, પગનો રંગ એક્સ-રે, લીવરની બીમારી સંબંધિત ફાઈબ્રોસ્કેન, પેટના અલ્ટ્રાસાઉન્ડ વગેરે કરવામાં આવ્યા હતા. 

Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version