Site icon

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ ચમકતી ત્વચા માટે પણ ઉપયોગી છે આ જ્યુસ,ચહેરા પર લગાવવાથી થશે અનોખા ફાયદા; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

જ્યુસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ પુરી કરીને ફિટનેસ જાળવવામાં મદદ મળે છે. મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ફળોના રસ અને શાકભાજીના જ્યુસને તેમના આહારમાં સામેલ કરવાનું ભૂલતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ફળો અને શાકભાજીના જ્યુસ પણ તમારી ચમકતી ત્વચાનું રહસ્ય બની શકે છે.હા, તાજા ફળો અને શાકભાજીનો રસ ત્વચા પર લગાવવાથી તમે ન માત્ર ત્વચાની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો પરંતુ તમારી ત્વચાને સુંદર અને ચમકદાર પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ ત્વચાને નિખારવા માટે કેટલાક તાજા જ્યુસ બનાવવાની રીતો વિશે.

Join Our WhatsApp Community

1. ડાઘ દૂર કરશે નારંગીનો રસ 

નારંગીને વિટામિન સીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે ડાઘ-ધબ્બા દૂર કરીને ચહેરાને સાફ કરવામાં મદદ કરે છે. તેને ચહેરા પર લગાવવા માટે તાજા સંતરાનો રસ હળવા હાથે ચહેરા પર લગાવો. લગભગ 10 મિનિટ સુધી આ રસથી ચહેરા પર મસાજ કરો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

2. ચહેરા પર ચમક લાવશે ગાજરનો જ્યુસ 

ગાજરનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા ઉપરાંત તે ત્વચા પર ગ્લો લાવવાનો કુદરતી ઉપાય પણ છે. ગાજરનો તાજો રસ બનાવો અને આ રસને રૂની મદદથી ત્વચા પર લગાવો અને 15 મિનિટ સુધી સૂકવવા દો. પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરો ચમકશે.

3. ત્વચા પર નિખાર લાવશે આમળાનો રસ 

આમળામાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ચહેરા પર ચમક લાવવાનું કામ કરે છે. આમળા નો રસ અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવવાથી પણ દાગ-ધબ્બા ઓછા થાય છે.

4. ટેનિંગ ઘટાડશે સ્ટ્રોબેરી નો રસ 

ઉનાળાની ઋતુમાં ટેનિંગની સમસ્યા સામાન્ય બની જાય છે. સ્ટ્રોબેરીની મદદથી, તમે ટેનિંગને અલવિદા કહી શકો છો. આ માટે કોટન બોલની મદદથી ચહેરા પર સ્ટ્રોબેરીનો રસ લગાવો અને 15 મિનિટ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી ટેનિંગ ઘટશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ખરતા વાળ ને અટકાવા માટે કુદરતી વસ્તુઓ ના ઉપયોગથી ઘરે જ બનાવો હેર સ્પા; જાણો તેને બનાવવાની અને લગાવવાની રીત વિશે

5. દાડમનો રસ 

દાડમનો રસ શરીરમાં હિમોગ્લોબિન વધારવામાં અસરકારક હોવા ઉપરાંત ચહેરા પર ચમક લાવવામાં પણ મદદરૂપ છે. જો કે, જો તમારી ત્વચા તૈલી હોય તો દાડમનો રસ સીધો ચહેરા પર લગાવવાનું ટાળો. તૈલી ત્વચા પર દાડમના રસને મુલતાની માટી સાથે લગાવવું વધુ સારું રહેશે.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version