Site icon

73 વર્ષમાં સૌથી મોંઘું થયું પેટ્રોલ; 22 માં દિવસે ઇંધણના ભાવો વધ્યા, દેશમાં થઈ રહ્યા છે દેખાવો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

29 જુન 2020

સતત આજે 22 માં દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતા સામાન્ય નાગરીકની હાલત કફોડી બની છે.

ભારતના ઇતિહાસમાં પ્રથમવાર દિલ્હીમા પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થયું છે. લોકડાઉનને કારણે આખા દેશમાં ધંધા રોજગાર ઠપ્પ થતા લોકોની આર્થિક ગાડી હજી પાટે ચઢી નથી તે પહેલાં જ પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે.

પેટ્રોલના ભાવમાં આજે 05 પૈસાનો વધારો થયો, જ્યારે ડીઝલના ભાવમાં 13 પૈસાનો વધારો નોંધાયો છે. આમ કુલ એક લિટર પેટ્રોલનો ભાવ આજ થી

# દિલ્હી પેટ્રોલ 80.43 અને ડીઝલ 80.53 રુ.

# મુંબઇમા પેટ્રોલ 87.19 અને ડીઝલ 78.83 રૂ. થયું

# કોલકોતા પેટ્રોલ 82.10 અને ડીઝલ 75.64 રૂ.

# ચેન્નઈમાં પેટ્રોલ 83.63 અને ડીઝલ 77.72

આમ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં મામૂલી ઘટાડો થવાં છતાં ઘરઆંગણે ઇંધણના ભાવમાં વધારો કરી દેવાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો નોંધાઈ રહ્યો છે અને આ ભાવ વધારામાં સૌથી મોટો હિસ્સો 'ટેક્સ'નો, અંદાજે 51 રૂપિયા પ્રતિ લીટર છે. જેમાં કેન્દ્ર સરકારે ક્રૂડના બેરલ દીઠ ભાવ વધતા એક્સાઇઝ ડ્યુટી વધારી અને રાજ્યોએ વેટ વધારી દીધાનું આ પરિણામ છે. 

આમ આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે તેલની કિંમતો વધી છે. જેને લીધે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહયાં છે. સામાજિક સંગઠનો સહિત વિરોધી પાર્ટીના લોકો પણ ઠેરઠેર દેખાવો કરી સરકારનો વિરોધ કરી રહયાં છે….

બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Vt8seD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version